ઓનલાઈન રિટેલ સ્નેપડીલ પર ટૂંકમાં જ હવે રિલાયન્સ જિયોના સિમ મળશે. સ્નેપડીલ આ સિમની હોમ ડિલિવરી કરશે. સ્નેપડીલ પર વેચાણ માટે ઉપલબ્ધ થનાર સિમ હેપ્પી ન્યૂ યર ઓફરની સાથે આવશે. સ્નેપડીલના વેબપેજ પર રિલાયન્સ જિયો સિમના હોમ ડિલિવરીની એડ જોવા મળી.
જેના માટે યૂઝરને ઈ-કોમર્સ વેબસાઈટ પર પોતાની કોન્ટેટ વિગતો સરનામું અને વિસ્તારની જાણકારી આપવી પડશે. તમને જણાવીએ કે જિયો સિમ હાલમાં અમુક પસંદગીના વિસ્તારમાં જ ડિલિવરી માટે ઉપલબ્ધ હશે.
અહીં યૂઝર ટાઈમ સ્લોટની પણ પસંદગી કરી શકે છે જેમાં તે જિયો સિમની ડિલિવરી ઇચ્છે છે. ન્યૂ યર ઓફર અંતર્ગત જિયોના નવા યૂઝરને માર્ચ 2017 સુધી ફ્રી વોયસ કોલિંગ ફ્રી ડેટા મળશે.