યોગગુરુ બાબા રામદેવ વધૂ એક પ્રોડક્ટને માર્કેટમાં ઉતારી રહ્યા છે. જાણકારી મુજબ રામદેવનું પતંજલિ ટ્રસ્ટ જલ્દી જ માર્કેટમાં સ્ટાઈલિશ સ્વદેશી 'હર્બલ જીન્સ' લાવી રહી છે. આ જીન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશ અને આફ્રિકામાં પણ લોન્ચ કરશે. આટલેથી ન અટકતા બાબા રામદેવ આ પ્રોડક્ટને યૂરોપ અને અમેરિકામાં પણ લોન્ચ કરશે.
બાબા રામદેવે જણાવ્યું કે આ જીન્સ મહિલા અને પુરુષો એમ બંને માટે લોન્ચ કરવામાં આવશે. તેમના કપડાના કલેક્શનમાં માત્ર જીન્સ નહીં પરંતુ અન્ય દેશી અને વેસ્ટર્ન પ્રકારના કપડા પણ હશે. જોકે પતંજલિનું ધ્યાન હાલમાં માત્ર જીન્સ બનાવવા પર જ હશે. બાબા રામદેવે વધુમાં ઉમેર્યું કે તેઓ લોકોની જીવનની ગુણવત્તા સુધારવા માંગે છે. તેથી જ દવાઓ ખાદ્ય સામગ્રીઓ બાદ હવે તેમને સારા કપડાં પણ અપાવવા માંગે છે.
બાબા રામદેવ મુજબ પતંજલિ ટૂંકમાં જ એક કંપોજિટ ફેક્ટરી બાંગ્લાદેશમાં પણ ખોલશે. જેથી પડોશી દેશમાં પતંજલિના દરેક પ્રોડક્ટ ઉપલબ્ધ થઈ શકે. આ પહેલા નેપાળમાં પણ પતંજલિનું સારું એવું માર્કેટ ઉભું કરવામાં આવ્યું છે.