Reliance Jioની 4G સેવા બધા માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. વેલકમ ઓફર હેઠળ કંપની 31 ડિસેમ્બર સુધી ફ્રી અને અનલિમિટેડ ડેટા ફ્રી વોઈસ કોલિંગ અને પ્રીમિયર એપ્સનો ફ્રી એક્સેસ આપશે. કંપનીએ પોતાના ટેરિફ પ્લાનની માહીતી પણ આપી દીધી છે. જોકે કેટલીક વાતો એવી છે જેને મોટા ભાગના યુઝર્સ જાણતા નહિ હોય.
જાણો જીયો સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જેના પર તમે ધ્યાન નહિ આપ્યું હોય.
અનલિમિટેડ ડેટા પણ લિમિટેડ છે
આમ તો વેલકમ ઓફર હેઠળ કંપની પોતાના ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે ફ્રી અને અનલિમિટેડ 4G ડેટા આપશે પરંતુ એમાં એક છુપી ચાલ છે. હકીકતમાં ડેટા અનલિમિટેડ તો છે પરંતુ 4GBની લિમિટ સાથે મળશે. કંપનીના પ્લાનની વિગત પ્રમાણે આ 4GBની લિમિટ એક દિવસ માટે છે. એટલે કે જો એક દિવસમાં મહત્તમ 4 GB ડેટા જ સમગ્ર સ્પીડ સાથે એક્સેસ કરી શકીશું. જેમ કે તમે 4 GB ડેટા એક્સેસ કરી લેશો ત્યાર બાદ સ્પીડ ઓછી થઈ જશે. તમે ડેટા અનલિમિટેડ જ એક્સેસ કરી શકશો પરંતુ 128 Kbpsની સ્પીડ સાથે.
50 રૂપિયામાં 1GB ડેટાના પ્લાનમાં શું ફેર?
લોકોના મનમાં પ્રશ્નો ઊઠી રહ્યા છે કે જો એન્ટ્રી લેવલ પ્લાન જ 149 રૂપિયાનો હોય અને એમાં પણ માત્ર 300 MB ડેટા મળતો હોય તો કંપની કઈ રીતે 50 રૂપિયામાં 1 GB ડેટા આપવાની વાત કરી રહી છે. કેમ કે આ હિસાબે તો 1 GB ડેટા માટે 450 રૂપિયા ચૂકવવા પડશે.
રાત્રીના માત્ર 3 કલાક માટે જ મળશે ફ્રી ડેટા
જીયો યુજર્સના ટેરિફ કાર્ડમાં લખવામાં આવ્યું છે કે 'Unlimited at night.' પરંતુ રાત્રીનો અર્થ કંપની પ્રમાણે રાતના 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો જ છે. એટલે કે માત્ર 3 કલાક જ. કંપની કદાચ આ સમયે એટલા માટે ડેટા ફ્રી કરી રહી છે કેમ કે આ સમય દરમિયાન ટ્રાફિક હોતો નથી. આમાં ગ્રાહકો અપડેટ અથવા યુટ્યુબ ડાઉનલોડ વગેરે માટે સમય પસંદ કરીને ડેટા બચાવી શકે છે.