પાટીદાર સમાજના અગ્રણી મુકેશ પટેલનું હાર્દિક પટેલ વિશે ચોંકાવનારું નિવેદન,

By : 06:30 PM, 05 September 2016 | Updated : 06:30 PM, 05 September 2016
આજકાલ જાણે હાર્દિક પટેલ પર આફતનો પહાડ તૂટી પડ્યો હોય તેમ રોજે રોજ તેના એક સમયના સાથીઓ દ્વારા તેની જ વિરુદ્ધમાં આરોપો લાગી રહ્યા છે. હવે ફરી પાસના નેતાએ હાર્દિકને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આમ રોજેરોજ હાર્દિક પર થઈ રહેલા ઘટસ્ફોટને લઈને તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

પાસના નેતા ચિરાગ અને કેતન પટેલ બાદ હવે પાટીદાર અગ્રણી મુકેશ પટેલે પાસના કન્વીનર હાર્દિક પટેલને લઇને ચોંકાવારું નિવેદન આપ્યુ છે. જેને લઇને પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. મુકેશ પટેલે કહ્યુ છે કે, હાર્દિક પટેલ માનસિક સંતુલન ગુમાવી બેઠો છે અને તે બોખલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે,  મુકેશ પટેલ પાટીદાર આંદોલન સમયે મધ્યસ્થી હતા. જો કે, તેમના આ નિવેદનથી ચર્ચા જાગી છે. મહત્વપૂર્ણ છે કે, હાર્દિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટીદાર આગેવાનો સામે કરેલા નિવેદન બાદ મુકેશ પટેલે પોતાની પ્રતિક્રિયાના ભાગરૂપે આ નિવેદન આપ્યું છે.  
Recent Story

Popular Story