બીજિંગ: રમઝાનનો પાક મહિનો શરૂ થતાં જ ચીનએ દેશના મુસ્લિમ વિસ્તારમાં સરકારી કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને બાળકોને રમઝાનના રોઝા રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી આધિકારીક રૂપથી નાસ્તિક છે અને તે છેલ્લા ઘણા વર્ષોથી શિનજિયાંગ વિસ્તારમાં રોઝા પર પ્રતિબંધ લગાવતી આવી છે.
શિનજિયાંગ પ્રાંતમાં 1 કરોડ મુસ્લિમ રહે છે જેમાં વધારે મુસ્લિમ ઉઇગર થોડાક પ્રમાણમાં છે. સરકાર તરફથી આદેશમાં રેસ્ટોરન્ટ પણ ખુલી રાખવાનું કહેવામાં આવ્યું છે. વિસ્તારમાં ઉઇગર અને સુરક્ષા દળો વચ્ચે મોટાભાગે અથડામણ થાય છે. ચીન ત્યાં અને દેશમાં અન્ય સ્થળો પર થતાં હુમલાઓના આરોપ એ આંતકવાદીઓ પર લગાવ્યા છે જે સંસાધન સમૃદ્ધ આ ક્ષેત્રમાં સ્વતંત્રતાની માંગણી કરે છે.
અધિકાર સમૂહ તણાવ માટે ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતિબંધોને જવાબદાર માને છે જો કે વિસ્તારમાં ઉઇગર અને અન્ય મુસ્લિમ લધુમતિઓ પર લગાવવામાં આવે છે. શિનજિયાંગ પ્રાંતમાં કેટલાક સ્થાનિક સરકારી વિભાગોમાં ગત અઠવાડિયે પોતાની વેબસાઇટ પર રમઝાન દરમિયાન રોઝા પર પ્રતિબંધના આદેશ વાળી નોટીસ લગાવી હતી.