દાઉદ ઇબ્રાહીમ મામલે પાકિસ્તાનનું જુઠ્ઠાણું વધુ એક વખત ઉઘાડું પડયું છે. ફોન પર થયેલી વાતચીતમાં ખુલાસો થયો છે કે દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનના કરાચીમાં રહે છે અને પોતાની જાતને પાકિસ્તાનના વડાપ્રધાન સમાન ગણાવે છે.
રેકોર્ડ થયેલી વાતચીતમાં દાઉદ કરાચીમાં બેઠો-બેઠો દુબઇ કોઇ વ્યિકત સાથે પ્રોપર્ટી ડીલ અંગે વાત કરી રહ્યો છે. કદાચ આ પહેલી એવી રેકોર્ડેડ વાતચીત છે જેમાં દાઉદ ઇબ્રાહીમને વાતો કરતા સ્પષ્ટ સાંભળી શકાય છે. દાઉદ પોતાના જે સર્વોચ્ચ માને છે અને એ જ ભાષામાં પોતાના દુશ્મનોને ધમકી પણ આપે છે.
રેકોર્ડ થયેલી વાતચીતમાં દાઉદ કહે છે કે મારા લોકો મારી આંખો અને કાન છે. એટલે જ મને બેઠા-બેઠા દુનિયાની દરેક ખબર મળી જાય છે. વડાપ્રધાન પોતે ગલીઓમાં નથી ઘૂમતા. મારા શબ્દે જ દસ્તાવેજ છે. દસ્તાવેજ ફાડી શકાય છે પરંતુ મારો હુકમ નહી.
પાકિસ્તાનના કરાચીના ક્લિફ્ટન વિસ્તારની વ્હાઇટ હાઉસ નામની બિલ્ડીંગમાં દાઉદ આરામથી રહે છે. અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તેને તમામ મદદ પૂરી પાડે છે. આ જ ઘરમાં બેસીને તે જ્યારે દુબઇ વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેની વાતચીત રેકોર્ડ કરી લેવાઇ હતી. આ વાતચીતમાં દાઉદ કોઇ પ્લોટ ફ્લેટ કે બંગલાની ડીલ નથી કરી રહ્યો. પરંતુ દુબઇના સૌથી વધુ પોશ વિસ્તારમાં 8-8 બહુમાળી ઇમારતોના ખરીદ-વેચાણની અબજો રૂપિયાની ડીલ કરતો સાંભળવા મળે છે.
ગુપ્તચર એજન્સીઓના કહેવા પ્રમાણે 1100 કરોડ રૂપિયાની ડીલમાં પાકિસ્તાનના બિઝનેસમેનના પુત્રએ દાઉદને ગેરમાર્ગે દોર્યો હતો. જેના પગલે દાઉદ તેને ધમકાવી રહ્યો હતો.