રાજયમાંથી યુવતીઓના ગુમ થવાના કિસ્સામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સુરેદ્રનગરના વઢવાણમાં સામે આવ્યો છે.. જેમાં વઢવાણની એક યુવતી છેલ્લા 19 દિવસથી ગુમ છે. જેથી પોલીસે યુવતીના ગુમ થયાની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરેદ્રનગરના વઢવાણ શહેરમાં રહેતી અદીતી 19 દિવસ પહેલા કોમ્પ્યુટર કલાસમાં ગઇ હતી. જયાંથી તે પરત આવી જ ન હતી.જેથી તેના માતા પિતાએ ઘણી શોધખોળ કર્યા બાદ પણ તે ન મળતા તેઓએ અદિતીની ગુમ થયાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.
વઢવાણ પોલીસે માતા પિતાની ફરીયાદને આધારે તપાસ હાથ ધરી છે. અને અદિતી સાથે સંકળાયેલા લોકોના મોબાઇલ લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
છેલ્લા 19 દિવસથી પોતાની દિકરી ગુમ થવાની માતા પિતા પર જાણે કે આભ તુટી પડયો છે.અને તેઓને દિકરીના અપહરણ થયા હોવાની આશંકા છે.તેથી અદિતીને શોધવામાં પોલીસ ઝડપી કાર્યવાહી કરે તેવી તેઓની માંગ છે.