સામાન્ય વર્ષો કરતા આ વર્ષે દેશમાં ચોમાસુ થોડું મોડું બેસી શકે છે. હવામાન વિભાગના મતે કેરળમાં પહેલી જૂનને બદલે પાંચમી જુને ચોમાસુ બેસી શકે છે. સામાન્ય રીતે દેશમાં પહેલી જૂનથી ચોમાસુ બેસે છે. વરસાદી વાદળો પહેલા દક્ષિણ ભારતના કેરળમાં વરસાદ વરસાવે છે. અને તે બાદ અન્ય ભાગોમાં વરસાદ વરસે છે. આ વખતે ચોમાસું પાંચ જુન સુધીમાં પહોંચે તેવી શક્યતા છે. અને આ અસરને કારણે ગુજરાતમાં પણ ચોમાસુ મોડું બેસી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં જુનના અંતમાં ચોમાસુ બેસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના વડા જયંત સરકારના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસના આગમન બાદ ગુજરાતમાં ચોમાસુ 10 દિવસે આવે છે. પરંતુ આ વખતે કેરળમાં આગમન મોડું હોવાથી ગુજરાતમાં પણ ચોમાસું મોડું આવી શકે છે. ગુજરાતમાં જુનના અંતમાં ચોમાસું આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ચોમાસા પહેલા તાપમાનમાં પરિવર્તન આવે છે. જેને કારણે મેના અંત અને જુનના પ્રારંભમાં તાપમાન વધી જાય છે.