સુરતની આસ્તા ગામની મહિલાએ સાસરિયા તરફથી શારિરીક અને માનસિક ત્રાસ અપાતા પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાને બાળક ન થવાના કારણે સાસરીમા અવાર નવાર ત્રાસ ગુજારાતો હતો.
સુરતના કામરેજ તાલુકાના આસ્તા ગામની ફાલ્ગુની પટેલને 10 વર્ષ અગાઉ દિગસ ગામના પિનાકીન પટેલ સાથે લગ્ન થયા હતા. ચાર વર્ષના સુખી લગ્ન જીવન વિતાવ્યા બાદ સાસરીયા તરફથી ફાલ્ગુનીને પુત્ર પ્રાપ્તિ માટે વારંવાર શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હતો. જેમાં ઘણીવાર ફાલ્ગુનીને ભુવા પાસેથી સળગતા ડામ પણ અપાયા હતા.વારંવારના ત્રાસ સહન ન થતા ફાલ્ગુનીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસુ-સસરા દિયર કાકી સાસુ અને કાકા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફાલ્ગુનીના 10 વર્ષના લગ્ન જીવન દરમિયાન સાત વખત કસુવાવડ થઈ હતી. જેને લઈને તેના પિનાકીન અને સાસરિયા તરફથી વારંવાર ત્રાસ અપાતો તેમજ ઘણીવાર તો ઘરેથી જ કાઢી મુકવામાં આવી હતી. પરંતુ વડીલોના સમજાવવાથી પાછી બોલાવતી હતી. પરંતુ હાલની પરિસ્થીતીમાં તો ફાલ્ગુનીને બે માસનો ગર્ભ છે. અને તેના પતિ પિનાકીને તરછોડી દીધી છે. આવી કપરી સ્થિતીમાં ફાલ્ગુનીના માતા પિતા સહિતનો પરિવાર ઉપર દુઃખના ડુંગરો તુડી પડયા છે.
બેટી બચાવોની વાતો ઘણી કરવામાં આવે છે પરંતુ આવા અનેક કેસ સમાજમાં જોવા મળે છે અને સરકારના આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. ત્યારે સાસરિયાથી તરછોડાયેલી ફાલ્ગુનીને ન્યાય ~યારે મળશે કે કેમ તે એક પ્રશ્ન છે.