દેશમાં બાળમજૂરીને લગતા કડક કાયદા અમલી હોવા છતાં બાળ મજૂરી આજે સામાજિક દુષણ બની ગયું છે. વલસાડની ચાઈલ્ડ લાઈન સંસ્થા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવેલા એક અભિયાનમાં 7 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે.
વાપીના બલિઠા અને ગીતાનગર જેવા સ્લમ વિસ્તારમાં બાળ સુરક્ષા વિભાગ શ્રમ વિભાગ અને ચાઈલ્ડ લાઈન સંસ્થાની વિવિધ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા અચાનક પાડવામાં આવેલા આ દરોડામાં 7 બાળ મજૂરોને મુ~ત કરાવવામાં આવ્યા હતા. આ બાળકો પાસે તેમના જ વાલીઓ સખત મજૂરી કરાવતા હતા. વલસાડની ચાઈલ્ડ લાઈન સંસ્થા દ્વારા બાળકો પાસે કરાવાતી મજૂરી અંગે કરાયેલા એક સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સર્વે અનુસાર વાપીમાં મોટા પ્રમાણમાં બાળમજૂરી કરાવાય છે.
ચાઈલ્ડ સંસ્થાએ કરેલા સર્વેના આધારે તેમણે શ્રમ વિભાગને ફરિયાદ કરી હતી કે વાપીમાં મોટા પ્રમાણમાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવે છે. આ ફરિયાદના આધારે શ્રમ વિભાગ દ્વારા માલિકોને નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસનો વેપારીઓએ નિયત સમયમાં જવાબ આપવાનો રહેશે. અને આ કેસમાં જો કોઈ કસૂરવાર ઠરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે બાળમજૂરી કરતા મળી આવેલા 7 બાળકોના ભણતર માટેની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
બાળ મજૂરી એ આધુનિક જમાનાનું એક દૂષણ છ. વિકાસના દાવા કરતી સરકારોએ બાળકો પાસે મજૂરી કરાવતા લોકો વિરુદ્ધ કડક વલણ અપનાવવું જોઈએ. આ સાથે માતા-પિતાએ પોતાના બાળકોને નજીવા પૈસા માટે કામે મોકલવા કરતા તેમને સારું શિક્ષણ આપવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.