ઈમરજન્સી સેવા 108 હવે હાઈટેક થશે. સરકાર દ્વારા નવી 136 મોબાઇલ વાન ખરીદવામાં આવશે. આ વાનો ટેક્નીકલીવેલ ઈિક્વપમેન્ટથી સજ્જ હશે. જેથી દર્દીઓને વધારે સારી અને ઝડપી આરોગ્યસેવા મળશે.
અકસ્માત કે દુર્ઘટનામાં ઇમરજન્સી સેવા પુરી પાડતી 108 સર્વીસ હવેથી નાગરીકોને વધારે સારી અને ઝડપી સેવા પુરી પાડી શકશે કારણ કે સરકાર હવે નવી 136 એમ્બ્યુલન્સ વસાવશે. અને આ એમ્બયુલન્સમાં ઇન્ટરીયર ABS રાખવામાં આવ્યુ છે. જે રીસાયકલેબલ પ્લાસ્ટીક મટીરીયલ્સ છે. જે વોશેબલ પણ છે. AVLTS સીસ્ટમ ઓટોમેટીક વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સીસ્ટમ હશે. જેના માટે દરેક એમ્બ્યુલન્સમાં ટેબ રાખવામાં આવશે. જેમાં ઓનલાઇન જ પેશન્ટની સ્થિતિ વિશે માહિતી સીધી સર્વરમાં મોકલી શકાશે. સામાન્ય રીતે વાત કરીએ તો BLS એટલે બેઝીક લાઇફ સપોર્ટ અને ALS એટલે એડવાન્સ લાઇફ સપોર્ટ માટે પણ અલગથી એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. જેમાં વધારે ક્રીટીકલ અવસ્થામાં દર્દીને ઝડપી ટ્રીટમેન્ટ આપી શકાશે.
આમ હવે 108 એમ્બ્યુલન્સ અત્યાધુનિક સાધનો અને ટેક્નોલૉજીથી સજજ બનશે. જેનાથી ઇમરજન્સી દર્દીઓને સઘન સારવાર મળી રહેશે.