News of great relief for the country most affected by the corona, another vaccine approved
કોવિડ રસી /
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ માટે મોટી રાહતના સમાચાર, બીજી વેક્સિનને મળી મંજૂરી
Team VTV12:50 AM, 19 Dec 20
| Updated: 12:50 AM, 19 Dec 20
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકાએ બીજી કોરોના વાયરસ રસીને મંજૂરી આપી છે. જો કે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન USFDA એ હજી સુધી કોઈ અન્ય રસીને મંજૂરી આપી નથી. ટ્રમ્પે ટ્વીટ કર્યું, 'મોડર્ના રસીની મંજૂરી મળી. આની ડિલિવરી તરત જ શરૂ થશે. '
કોરોનાની બીજી વેક્સિન મોડર્ના કંપનીએ બનાવી છે
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કરી જાહેરાત, બીજી વેક્સિનને મળી મંજૂરી
અગાઉ ફાઈઝર અને બાયોએન્ટેકની રસીને મંજૂરી મળી ચૂકી છે
ટ્રમ્પનું આ નિવેદન USFDA ના નિષ્ણાતોના કહેવાનાં એક દિવસ પછી આવ્યું છે, જ્યારે તેમણે મોડર્નાની રસીમાં કોઈ મુશ્કેલી નથી જોઈ. મહત્વનું છે કે USFDA દ્વારા હજી મોડર્નાની રસીને મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે એક કે બે દિવસ આ રસીને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે.
ફાઈઝર અને બાયોએન્ટેક રસીને મંજૂરી આપવામાં આવી છે
એકવાર USFDA દ્વારા સત્તાવાર રીતે મંજૂરી મળ્યા પછી, મોડર્નાની રસી, યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મંજૂર કરવામાં આવેલી બીજી રસી બની જશે. યુએસએ હમણાં જ ફાઈઝર અને બાયોનોટેક દ્વારા વિકસિત રસીને મંજૂરી આપી છે. જો કે નોંધનીય છે કે કોરોના વાયરસથી અમેરિકા વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ એ કોરોનાની વેક્સિન લગાવડાવી
બીજી તરફ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ, તેમની પત્ની કારેન અને સર્જન જનરલ જેરેમી એડમ્સે શુક્રવારે કોરોના વાયરસ રસીની માત્રા લીધી હતી. આ દરમિયાન પેન્સે મોડેર્નાની રસીનો સંકેત પણ આપ્યો. તેમણે કહ્યું, અમારી પાસે સલામત અને અસરકારક રસી છે, કદાચ બે કલાકમાં આ સંખ્યા બે થઈ જશે.
કોરોના રસીકરણ માટે 'ઓપરેશન વાર્પ સ્પીડ' ચાલુ છે
નોંધનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે કોરોના વાયરસને રોકવા માટે રસીના ઝડપી વિકાસ અને ડિલિવરી માટે 'ઓપરેશન વાર્પ સ્પીડ'ની શરૂઆત કરી હતી. પાંચ દિવસ સુધી દેશના ઇતિહાસમાં સૌથી મોટી રસીકરણ અભિયાનની શરૂઆત થવા છતાં, ટ્રમ્પે ખુદ રસીના ડોઝ લેવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.