અદભૂત /
આવો અદભૂત નજારો ક્યારેય નહીં જોયો હોય! મંગળ પરના સૂર્યાસ્તની તસ્વીર NASAએ કરી શેર
Team VTV07:44 AM, 25 Nov 21
| Updated: 07:54 AM, 25 Nov 21
ડૂબતા સૂરજ અને હળવી બ્લૂ લાઈટમાં ઝગમગાતા આકાશનો નજારો કોઈનું પણ મન મોહી લે એવો છે.
મંગળ ગ્રહ પરથી સૂર્યાસ્તનો આ પહેલો ફોટો
નાસાએ સૂર્યાસ્તની સુંદર તસવીર પણ શેર કરી છે
‘લાલ ગ્રહ પર એક બ્લૂ સૂર્યાસ્ત’- નાસા
સૌરમંડળના બાકીના ગ્રહોથી સનસેટ કેવો દેખાય છે?
પૃથ્વીમાં તો વિભિન્ન જગ્યાઓથી સનસેટની તસવીરો અને દૃશ્યને તમે અનેક વાર જોયા હશે. પરંતુ ક્યારેય વિચાર્યુ છે કે સૌરમંડળના બાકીના ગ્રહોથી સનસેટ કેવો દેખાય છે? બની શકે કે મોટા ભાગના લોકોના દિમાગમાં આ સવાલ ક્યારેય ન આવ્યા હોય.
નાસાએ સૂર્યાસ્તની સુંદર તસવીર પણ શેર કરી છે
પરંતુ નાસાના વૈજ્ઞાનિકોના દિમાગમાં આ સવાલ પણ આવ્યો અને બાકીના ગ્રહોથી સનસેટ એટલે કે સૂર્યાસ્ત કેવો દેખાય છે તેની સુંદર તસવીર પણ શેર કરી છે. લાંબા સમયથી મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી રહેલા નાસાના વૈજ્ઞાનિકોએ ઈન્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. સફેદ વાદળા, પહાડ જેવા દેખાઈ રહેલા પથ્થરોની વચ્ચે ડૂબી રહેલા સૂરજની તસવીરોને જોઈને એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કે પૃથ્વી નહીં મંગળના ગ્રહની તસવીર છે.
આ તસવીરને શેર કરતા નાસાએ કેપ્શન લખી કે, ‘લાલ ગ્રહ પર એક બ્લૂ સૂર્યાસ્ત. અમારી દ્રઢતા મંગળ રોવરે સૂર્યાસ્તની પહેલી તસવીર લીધી છે. નાસાની પોસ્ટ મુજબ એક તસવીર માસ્ટરકેમ - જેડ કેમેરા સિસ્ટમ દ્વારા 9 નવેમ્બર 2021એ લીધી છે. મંગળગ્રહના સનસેટની તસવીરને મિશનના 257માં દિવસે કેપ્ચર કરવામાં આવી છે.
મંગળ ગ્રહ પરથી સૂર્યાસ્તનો આ પહેલો ફોટો
નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળ ગ્રહ પરથી સૂર્યાસ્તનો આ પહેલો ફોટો છે. નાસાએ ખુલાસો કર્યો છે કે લાલ ગ્રહ પર સૂર્યાસ્તનું અવલોકન 1970ના દશકાથી ચાલી રહ્યું છે. નાસાએ કહ્યું કે મંગળ ગ્રહનો સૂર્યાસ્ત સામાન્ય રીતે વિશિષ્ટ બ્લૂ રંગનો દેખાય છે. જે વાતાવરણની ઘૂળથી ઉત્પન્ન થાય છે.