બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અમેરિકાથી આવ્યા એક સમાચાર અને ભારતમાં સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
Last Updated: 06:07 PM, 13 September 2024
સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવ્યો છે. ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં ઘટાડાનાં સંકેતની અસર ભારતમાં સોનાની કિંમત પર દેખાઈ રહી હતી. સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચ્યું, સોનાના ભાવમાં સકારાત્મક વલણની અપેક્ષા છે.
ADVERTISEMENT
યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં કાપના સંકેતના સમાચારની અસર ભારતમાં સોનાના ભાવ પર પડી હતી. ભારતમાં સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે. કોમોડિટી માર્કેટમાં પણ જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. બે દિવસની વૃદ્ધિ પછી ગુરુવારે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું હતું અને ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે વાયદા બજારમાં પણ તે મજબૂત વધારો નોંધાવી રહ્યું છે. આવી સ્થિતિમાં સોનું ખરીદતા પહેલા તમારે આજના દરને તપાસવું આવશ્યક છે.
ADVERTISEMENT
સોના-ચાંદીના ભાવ?
આજે સવારે વાયદા બજારમાં સોનું રૂ. 396ના વધારા સાથે રૂ. 73,220 પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યુ હતું, જે ગઈકાલે રૂ. 72,824 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી રૂ. 560ના વધારા સાથે રૂ. 87,655 પ્રતિ કિલોગ્રામ પર આગળ વધી રહી હતી, જેનો ગઈકાલે બંધ ભાવ રૂ. 87,095 હતો.
દિલ્હીમાં ગુરુવારે સોનાનો ભાવ રૂ. 250 ઘટીને રૂ. 74,350 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો ભાવ વધીને રૂ. 87,000 પ્રતિ કિલો થયો હતો. બુધવારે 99.9 ટકા શુદ્ધતાનું સોનું 74,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે ગુરુવારે ચાંદીની કિંમત રૂ. 2,000 વધીને રૂ. 87,000 પ્રતિ કિલોની બે સપ્તાહની ટોચે પહોંચી હતી. પાછલા સત્રમાં ચાંદી રૂ.85,000 પ્રતિ કિલોએ બંધ રહી હતી.
આ પણ વાંચોઃ માર્કેટમાં ચાલી રહ્યો છે ડિસ્કાઉન્ટ ફ્રોડ! ચેતજો નહીંતર ભરાઈ જશો, NSEએ આપ્યું એલર્ટ
ભાવમાં ઉતાર ચડાવ
છેલ્લા ત્રણ સત્રમાં ચાંદીના ભાવ રૂ. 3,200થી વધુ મજબૂત થયા છે. દરમિયાન 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ રૂ. 250 ઘટીને રૂ. 74,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. તેની અગાઉની બંધ કિંમત 74,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે મજબૂત ઔદ્યોગિક માંગને કારણે ચાંદીમાં સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં તેજીનું વલણ ચાલુ રહ્યું હતું, જેના કારણે ચાંદીના ભાવમાં વધારો થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.