બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / TET-TAT ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ભરતીને લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહી મોટી વાત

ગુજરાત / TET-TAT ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ભરતીને લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહી મોટી વાત

Last Updated: 05:44 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષક દિને TET-TAT ઉમેદવારો આંદોલનના મૂડમાં, જાણો પોલીસે કેમ કરી અટકાયત

ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષક દિવસે જ ઉમેદવારો આંદોલનના મૂડમાં દેખાયા છે. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત માટે પહોંચ્યા હતા. જેમાં કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો.

જોકે ગાંધીનગરમાં ટેટ-ટાટ આંદોલનના શિક્ષકો શિક્ષણમંત્રી કુબેર ડીડોરને મળ્યા હતા. આ વિષયે મુખ્યમંત્રીએ આવનારા શિક્ષક દિવસ સુધીમાં તમામ ટેટ-ટાટ પાસ શિક્ષકો શાળામાં ફરજ ઉપર હશે તેવું આશ્વાસન આપ્યુ હતુ. ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે ઉમેદવારોને જણાવ્યુ હતુ કે વિદ્યા સહાયકમાં પણ ફેરફાર કરવા અને સમયસર ભરતી કરવામાં આવશે, તથા 15 થી 20 દિવસ સુધીમાં ટેટ-ટાટ ની અને વિદ્યા સહાયકની ભરતી પણ સમયસર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

જોકે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ વાયદા કર્યા બાદ પણ કાયમી ભરતી ન કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટનામાં રજૂઆત કરવા આવેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.

ઉમેદવાર ચેતનભાઇ ધામેલિયાએ જણાવ્યુ હતુ કે અગાઉ શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે 15 જૂને કાયમી ભરતી આવશે. પરંતુ ભરતી ન આવતા અમે આંદોલન કર્યુ હતુ. આંદોલન પછી મુખ્યમંત્રી અને મંત્રીઓએ એક સપ્ટેમ્બરની આસપાસ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવશે તેવી ટ્વીટ કરી હતી અને ઋષિકેષભાઇએ પણ દિવાળી બાદ આ ભરતી કરવાનું જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: કોણ છે આ હુસ્નની મલ્લિકા? જેને ટોપ એક્ટ્રેસ બનતા જ ધર્મ પરિવર્તન કરી દીધેલું, Photos જોઇ ફિદા થઇ જશો

પરંતુ હજુ સુધી નોટિફિકેશન નથી આવ્યુ તો દિવાળી સુધી પ્રક્રિયા કઇ રીતે પૂર્ણ કરશે. સરકાર ક્યા સુધી વાયદા પર વાયદા કરશે. અમારી માંગ છે કે તમામ માધ્યમિકમાં જગ્યા વધારવામાં આવે અને સરકારી દ્વારા વહેલીતકે ભરતી કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TET-TAT Candidates Tet Tat Candidates Protest Education Minister Kuber Didor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ