બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:17 AM, 29 March 2021
ADVERTISEMENT
ચૂંટણીના વાતાવરણ વચ્ચે, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 56 બોમ્બ મળી આવ્યા છે. આ કેસમાં એક આરોપી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમના પર બોમ્બ બનાવવાનો, સ્થળો
ADVERTISEMENT
એ મોકલવાનો અને બોમ્બના ગેરકાયદેસર ઉપયોગનો આરોપ છે. આ મામલો દક્ષિણ 24 પરગણા જિલ્લાના નરેન્દ્રપુર પોલીસ સ્ટેશનનો છે. ચૂંટણી પંચે રવિવારે આ માહિતી આપી છે.
56 બોમ્બ મળી આવતા ખળભળાટ
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, "શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના નરેન્દ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 56 બોમ્બ મળી આવ્યા છે. તરુણ નામના વ્યક્તિનો બોમ્બ બનાવવા, ટ્રાન્સપોર્ટ અને ગેરકાયદેસર ઉપયોગ અને અજાણ્યા વ્યક્તિ સામે આ ગેંગનો ભાગ હોવાના આરોપસર ફરિયાદ નોંધવામાં આવી છે. " મહત્વની વાત એ છે કે, રાજ્યમાં 27 માર્ચે પ્રથમ તબક્કા માટે મતદાન કર્યું હતું.
West Bengal | 56 bombs were recovered in Narendrapur police station area in South 24 Parganas district last night. An FIR was registered against one Tarun & unknown persons for involvement in the racket of manufacturing, transportation & illegal use of bombs: Election Commission
— ANI (@ANI) March 28, 2021
પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી એરિઝ આફતાબે રવિવારે કહ્યું કે 27 માર્ચે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 30 મત વિસ્તારોમાં 84.63 ટકા મતદાન થયું હતું. સીઈઓ કચેરીએ જણાવ્યું હતું કે શનિવારે સાંજે સાડા છ વાગ્યે પ્રથમ તબક્કાના મતદાન સમાપ્ત થયા બાદ કહ્યું હતું કે સાંજે 5 વાગ્યા સુધીમાં 79.79 ટકા મતદાન થયું હતું.
West Bengal: At least five bombs, that were recovered last evening, were disposed of in Kulti area of Asansol earlier today, said ACP Omar Ali Mollah pic.twitter.com/ZNnYoxwltJ
— ANI (@ANI) March 28, 2021
પ્રથમ તબક્કામાં 84.63 ટકા મતદાન થયું હતું.
આફતાબે કહ્યું, "સાંજ 6.30 વાગ્યા સુધીમાં 84.63 ટકા મતદાન થયું હતું." ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે હિંસાના કેટલાક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં મોટાભાગના સ્થળોએ મતદાન શાંતિપૂર્ણ હતું. શનિવારે મતદાન યોજાયેલી 30 બેઠકોમાંથી પુરૂલિયા જિલ્લાની નવ બેઠકો; બાંકુરા અને ઝારગ્રામમાં ચાર, પશ્ચિમ મેદનીપુર જિલ્લાની છ અને પૂર્વ મેદનીપુરની સાત બેઠકો છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાન કડક સુરક્ષા વચ્ચે અને કોવિડ -19 ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. મતદાનના પ્રથમ તબક્કામાં, હિંસામાં સામેલ ઓછામાં ઓછા 10 લોકોની વિવિધ સ્થળોએ ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT