ન્યૂઝીલેન્ડે આજે ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતુ. ન્યૂઝીલેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 125 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમસન (40) અને દેવોન કોન્વે (36) અણનમ રહ્યા હતા.
પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને 20 ઓવરમાં આઠ વિકેટના નુકશાન પર 124 રન બનાવ્યાં
ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટના નુકશાન પર 124 રન બનાવ્યાં હતા. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. 125 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 48 બોલમાં 73 રનમાં સમેટાઈ ગઈ હતી. કિવિઝ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ પણ બે વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન વતી નજીબુલ્લાહ જાદરાને 73 રનની શાનદાર પારી ખેલી હતી. ન્યૂઝીલેન્ડ વતી ટ્રેંટ બોલ્ટે સૌથી વધારે ત્રણ વિકેટ અને ટીમ સાઉદીએ બે વિકેટ ઝડપી હતી.
ભારત સેમિફાઈનલમાંથી બહાર ફેંકાયું
અફઘાનિસ્તાનને પરાજય આપીને ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં સ્થાન જમાવી દીધું છે આ સાથે ભારતનું સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવાનું સપન રોળાયું છે.
ભારત સેમિફાઈનલમાંથી બહાર ફેંકાયું
અફઘાનિસ્તાનને પરાજય આપીને ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં સ્થાન જમાવી દીધું છે આ સાથે ભારતનું સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવાનું સપન રોળાયું છે. ભારતીય ટીમને શરુઆતની બે મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ તરફથી પરાજય મળ્યો હતો. ત્યાર બાદ ભારતે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડની સામે મોટી જીત મેળવીની વાપસી કરી હતી પરંતુ હવે તેની નામ્બિયા સામેની મેચ ખાલી દેખાવ પૂરતી રહી છે. ભારતે સેમિફાઈનલમાં પહોંચવા માટે જરુરી હતું કે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે. જો આવું થયું હોત તો અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના 6-6 પોઈન્ટ થયા હોત. ભારત તેની નામ્બિયા સામેની તેની છેલ્લી મેચમાં જીત મેળવીને નેટ રન રેટના હિસાબે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકેત પરંતુ અહીં ન્યૂઝીલેન્ડે મેચ જીતીને 8 પોઈન્ટ સાથે સાથે સીધી સેમિફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે.
સેમિફાઈનલમાં કોણે સ્થાન મેળવ્યું
ગ્રુપ-1 માંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાય કર્યું છે જ્યારે ગ્રુપ-2 માંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.