બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / new zealand will call tallest boller Kyle Jamieson for odi series against india
Parth
Last Updated: 02:47 PM, 31 January 2020
ADVERTISEMENT
ભારત સામેની વન ડે સીરીઝ માટે ન્યૂઝીલેન્ડના અમુક ખેલાડી અનફિટ છે. ઈજાઓના કારણે ત્રણ ખેલાડી આગામી મેચ રમી શકે તેમ નથી ત્યારે હવે આ ટીમમાં નવા ખેલાડીઓને સામેલ કરવાની ફરજ પડી છે. નવા સામેલ થનાર ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડના સૌથી ઊંચા બોલર કેલ જેમીસનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લઇ શકે છે.
ADVERTISEMENT
જેમીસનની ઊંચાઈ 6 ફૂટ 8 ઇંચ
જેમીસનની ઊંચાઈ 6 ફૂટ 8 ઇંચ છે. આ ખેલાડીએ આજ સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. માનવામાં આવી રહ્યું છે એ આ ખેલાડીને ભારત વિરુદ્ધ મેદાનમાં ઉતારી શકાય છે. વન ડે સીરીઝની શરૂઆત 5મી ફેબ્રુઆરીના રોજ થવાની છે. ન્યૂઝીલેન્ડના કોચ કરતા પણ વધુ ઊંચાઈ હોવાથી જેમીસનને 'ટૂ મીટર પીટર' અને 'Killa' પણ કહેવામાં આવે છે. હાલમાં જ ઈન્ડિયા A ટીમ સામેની મેચમાં આ ખેલાડીએ ખુબ સારું પ્રદર્શન કર્યું હતું.
ન્યૂઝીલેન્ડના હેડ કોચે સ્વીકાર્યું કે તેમની ટીમ વર્લ્ડ કપ ફાઈનલમાં જે બેટિંગ કોમ્બીનેશન સાથે રમી તે જ કોમ્બીનેશન સાથે મેદાનમાં ઉતારી શકે છે. બોલિંગની વાત કરીએ તો ટિમ સાઉથી બોલર્સની આગેવાની કરશે. દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનની સામે આક્રામક બોલિંગ માટે નવા બોલર્સનો સમાવેશ કરવામાં આવશે.
ભારત સામે લડવા માટે ન્યૂઝીલેન્ડની રણનીતિ
હેડ કોચે પોતાની ટીમ વિશે જણાવતાં કહ્યું કે ' T 20 સીરીઝમાં અમે અત્યાર સુધીની સૌથી મજબુત ટીમ જોઈ છે. અમારી બેટિંગ લાઈન-અપ ખુબ સ્થિર છે જેમાં શ્રેષ્ઠ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. ટિમ સાઉથીને બોલિંગ અટેક માટે નવી જવાબદારી આપવામાં આવી રહી છે. દુનિયાના અમુક શ્રેષ્ઠ બેટ્સમેન સામે લડત આપવા માટે ટિમ સાઉથી પાસે આ સુવર્ણ તક છે.' વર્લ્ડ કપમાં ફાઈનલમાં હાર બાદ ન્યુઝીલેન્ડની ટીમ માટે વન ડેની આ પહેલી સીરીઝ હશે. હાલમાં જ આ ટીમ ભારત સામે T 20 સીરીઝ ગુમાવી ચુક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.