બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / New Zealand has announced a 15-member squad for the series against India, this player will play against the country for the first time.

ક્રિકેટ / ભારત સામેની સીરીઝ માટે ન્યુઝીલેન્ડે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, પ્રથમ વાર દેશ વિરૂદ્ધ રમશે આ ખેલાડી

Megha

Last Updated: 11:12 AM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડે ભારત સામેની 3-3 મેચની હોમ ODI અને T20I સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે.

  • ન્યુઝીલેન્ડ સીરીઝની શરૂઆત 18 નવેમ્બરથી થઇ રહી છે
  • ભારત સામે ન્યુઝીલેન્ડનો આ ખેલાડી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે 
  • ભારત સામે નહીં રમે ટ્રેન્ટ બોલ્ટ 

ટી20 વર્લ્ડ કપ બાદ હવે ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ ટુર પર નીકળી પડી છે અને ન્યુઝીલેન્ડ સીરીઝની શરૂઆત 18 નવેમ્બરથી થઇ રહી છે. આ સીરીઝમાં ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમાશે. ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 18 નવેમ્બરથી 3 મેચની ટી20 સીરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સીરીઝ બાદ બંને ટીમો વચ્ચે 3 વનડે રમાશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સિલેક્ટરો એ પણ આ બંને સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યા ટી-20માં કેપ્ટનશિપ કરશે જ્યારે શિખર ધવનને વનડે સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

આ સાથે જ ન્યુઝીલેન્ડે ભારત સામેની 3-3 મેચની હોમ ODI અને T20I સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. જો કે બંને સિરીઝની કિવી ટીમમાં વધારે ફેરફાર નથી પણ બે સિરીઝની વચ્ચે થોડા ખેલાડીઓ અદલાબદલી જોવા મળી છે. પણ આ બધા વચ્ચે સૌથી ચોંકાવનારો નિર્ણય એ છે કે ભારત સામે પ્રથમ વખત ફિન એલન T20 અને ODIમાં રમતા જોવા મળશે. જણાવી દઈએ કે ટી-20 સીરીઝમાં તે ભારત સામે રમશે એ વાત નિશ્ચિત હતી પણ આ વખતે ન્યુઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટે ODI સીરીઝ માટે પણ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

જણાવી દઈએ કે ODI અને T20 માટે પસંદ કરાયેલી ટીમમાં માર્ટિન ગુપ્ટિલના સ્થાને ફિન એલનને સ્થામ આપવામાં આવ્યું છે. 23 વર્ષીય એલન પાસે અત્યાર સુધી માત્ર 23 T20 ઈન્ટરનેશનલ અને 8 ODI રમવાનો અનુભવ છે પણ આમાંથી એક પણ મેચ તેઓ ભારત સામે નથી રમ્યા એટલે જોવા જીએ તો ભારત સામે ફિન એલન ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. 

ભારત સામે નહીં રમે ટ્રેન્ટ બોલ્ટ 
આ વખતે ODI અને T20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડ ટીમની બોલિંગની જવાબદારી ટિમ સાઉદી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર અને એડમ મિલ્નેના ખભા પર રહેશે. જો કે સાઉદી અને હેનરી એ ફક્ત ODI સીરિઝ માટે ટીમનો ભાગ  બનશે અને આ ઉપરાંત સ્ટાર ખેલાડી ટ્રેન્ટ બોલ્ટ ભારત સામેની સીરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ નહીં બને. 

કેન વિલિયમસન ટીમનો કેપ્ટન રહેશે
હાલ જ ન્યુઝીલેન્ડે ભારત સામેની સીરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી  હતી અને એ સાથે જ કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ત્રણ વનડે સીરિઝની છેલ્લી મેચમાં જિમ્મી નીશમ બહાર રહેશે અને તેની જગ્યા એ હેનરી નિકોલ્સ આવશે. 

ન્યુઝીલેન્ડની T20 ટીમ: કેન વિલિયમસન, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરેલ મિશેલ, એડમ મિલ્ને, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, બ્લેર ટિકનર.

સંકળાયેલા મુદ્દાઓ

New Zealand Team New Zealand tour ind vs nz ઇન્ડિયા VS ન્યુઝીલેન્ડ Ind vs NZ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ