કોર્પોરેટ સેક્ટરમાં જ્યાં કર્મચારીઓને રજા લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં જ એક કંપનીએ તેના કર્મચારીઓને ખુશ રાખવા માટે અનલિમિટેડ રજાઓ ઓફર કરી છે.
આ કંપનીએ કર્મચારીઓને કરી દીધા ખુશ
ઓફર કરી અનલિમિટેડ રજાઓ
તમે અહીં એપ્લાય કરશો?
કોર્પોરેટ સેક્ટરમાં જ્યાં કાગળોમાં રજાઓ ભરપૂર દર્શાવવામાં આવે છે છતાં એમ્પ્લોયઝને રજાઓ ના બરાબર આપવામાં આવે છે. ત્યાં જ ન્યૂઝીલેન્ડની એક કંપનીએ પોતાના કર્મચારીઓને અનલિમિટેડ લીવ્સની ઓફર કરી છે. આ રજાઓ વખતે કર્મચારી પોતાની મરજીથી ક્યાંય પણ ફરવા જઈ શકે અથવા ઘરે રહીને રેસ્ટ કરી શકે છે.
સ્ટાફની ખુશી માટે અનલિમિટેડ રજાઓ
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં 'Actionstep'નામની સોફ્ટવેર કંપની છે. આ કંપની પોતાના કર્મચારીઓને વર્ષમાં એક મહિનાની રજા લેવાની પરવાનગી આપે છે. કંપનીએ હવે પોતાના કર્મચારીઓને અનલિમિટેડ લીવ આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી તેમનો સ્ટાફ ખુશ રહે અને રજાઓથી પરત ફર્યા બાદ મન લગાવીને કામ કરે. આ ઓફરની સાથે એક રજાની શરત પણ રાખવામાં આવી છે. આ શરત એ છે કે દરેક કર્મચારીઓ એક સાથે રજા નહીં લઈ શકે.
આ કંપનીઓએ પણ કરી ચુકી છે પ્રયોગ
Actionstep પહેલા LinkedIn અને Netflix કંપનીઓએ પણ આવા પ્રયોગો કર્યા છે. ત્યાં જ યુનિલિવર ન્યુઝીલેન્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે તેની કંપની 4 ડે વર્ક કલ્ચર શરૂ કરશે. આ માટે તે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો ટ્રાયલ શરૂ કરશે. કંપનીએ કહ્યું કે તે કર્મચારીઓના કામના પરફોર્મન્સનું મૂલ્યાંકન કામના કલાકો દ્વારા નહીં પરંતુ તેના પરફોર્મન્સ દ્વારા કરશે. આ સાથે 4 દિવસ કામ કરતા કર્મચારીઓને પણ પુરો પગાર આપવામાં આવશે.