બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / New Zealand also support Canada! Amidst controversy, all Five Eyes countries have become one, look at what India advised

મોટા સમાચાર / ન્યૂઝીલેન્ડ પણ કેનેડા તરફ થઈ ગયું! વિવાદની વચ્ચે તમામ ફાઇવ આઇઝ દેશ થઈ ગયા એક, ભારતને જુઓ શું સલાહ આપી

Megha

Last Updated: 11:06 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈવ આઈઝ એક ઈન્ટેલિજન્સ એલાયન્સ છે જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા સામેલ છે. એવામાં ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાને ન્યુઝીલેન્ડનું સમર્થન મળ્યું છે.

  • ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાને ન્યુઝીલેન્ડનું સમર્થન 
  • ન્યુઝીલેન્ડ ફોરેન ઓફિસ સામાન્ય રીતે આ રીતે ટિપ્પણી કરતું નથી
  • વિવાદની વચ્ચે તમામ ફાઇવ આઇઝ દેશ થઈ ગયા એક

ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાને હવે બીજા દેશનું સમર્થન મળ્યું છે. અ દેશ છે ન્યુઝીલેન્ડ. હકીકતમાં ન્યુઝીલેન્ડ એકમાત્ર એવો "ફાઇવ આઇઝ" દેશ હતો જેણે ભારત સાથે ચાલી રહેલા વિવાદમાં કેનેડાનું જાહેરમાં સમર્થન આપ્યું ન હતું પરંતુ હવે ન્યુઝીલેન્ડે પણ રાજદ્વારીઓની હકાલપટ્ટી પર કેનેડાને સમર્થન આપ્યું છે.

India-Canada Tensions: આખરે ભારત સામે કેનેડાએ નમતું જોખવું પડ્યું, પોતાના  41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા | Canada eventually bowed to India,  recalling 41 of its diplomats

ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાને ન્યુઝીલેન્ડનું સમર્થન 
ન્યુઝીલેન્ડના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'અમે ચિંતિત છીએ કે કેનેડા ત્યાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવાની ભારતની માંગને કારણે મોટી સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાંથી નીકળી ગયા છે. હવે એવું લાગી રહ્યું છે કે દરમિયાનગીરીનો સમય આવી ગયો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમામ રાજ્યો 1961 વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન્સ હેઠળ તેમની જવાબદારીઓ નિભાવશે, જેમાં માન્યતા પ્રાપ્ત કર્મચારીઓના વિશેષાધિકારો અને પ્રતિરક્ષાના સંદર્ભમાં સમાવેશ થાય છે.'

ન્યુઝીલેન્ડ ફોરેન ઓફિસ સામાન્ય રીતે આ રીતે ટિપ્પણી કરતું નથી. આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ગયા મહિને કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપો પર ન્યૂઝીલેન્ડે પણ મૌન જાળવ્યું હતું.

"ફાઇવ આઇઝ" શું છે? 
જણાવી દઈએ કે ફાઈવ આઈઝ એક ઈન્ટેલિજન્સ એલાયન્સ છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા સામેલ છે. આ દેશો બહુપક્ષીય યુકે-યુએસએ કરારના પક્ષકારો છે, જે સિગ્નલ ઇન્ટેલિજન્સમાં સંયુક્ત સહકાર માટેની સંધિ છે. તેનો અર્થ એ કે આ ફાઇવ આઇઝ દેશો એકબીજા સાથે ગુપ્ત માહિતી વગેરે શેર કરવા માટેના જોડાણનો ભાગ છે. તે વિશ્વનું સૌથી વ્યાપક સર્વેલન્સ નેટવર્ક હોવાનું કહેવાય છે.

ગયા અઠવાડિયે અમેરિકામાં ફાઈવ આઈ ઈન્ટેલિજન્સ ચીફની બેઠક
અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ગયા અઠવાડિયે અમેરિકામાં ફાઈવ આઈ ઈન્ટેલિજન્સ ચીફની બેઠક બાદ ભારતની ટીકા કરવામાં અમેરિકા અને બ્રિટન સાથે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ઘણા દિવસો સુધી મૌન રહ્યા હતા. ચીન પર ચર્ચા કરવા માટે યોજાયેલી આ બેઠક દરમિયાન ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ભારત-કેનેડા વિવાદ પર પણ બોલવાનું કહેવામાં આવ્યું હતું. આ પહેલા બ્રિટન અને અમેરિકાએ ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓના પરત આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી.

ભારત-કેનેડા વિવાદ પર સૌથી મોટા સમાચાર: ભારતે કેનેડાને 40 રાજનયિકોને પાછા  બોલાવી લેવા આપી ચેતવણી, સંબંધો વણસ્યા | Biggest news on India-Canada  dispute: India warns ...

ભારત કેનેડા માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે
અ બધા વચ્ચે ભારત કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, આ આદેશ આજથી જ એટલે કે 26 ઓક્ટોબર 2023થી લાગુ થશે. જે શ્રેણીઓ માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે તેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે. ભારતીય હાઈ કમિશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ
નોંધનિય છે કે, આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જોકે સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોની ધમકીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

India Canada News India Canada conflict New Zealand support Canada Update on India Canada ન્યૂઝીલેન્ડ ભારત કેનેડા વિવાદ ભારત-કેનેડા વિવાદ India Canada News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ