બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / જ્યાં રમાઇ ભારત-અમેરિકા વચ્ચેની T20 વર્લ્ડકપ, તે સ્ટેડિયમ હવે નહીં રહે, પહોંચ્યા બુલડોઝર
Last Updated: 01:37 PM, 13 June 2024
આ વખતે T20 વર્લ્ડ કપની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. હવે અમેરિકામાં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
#WATCH | Nassau County, New York (USA): Bulldozers placed at the Nassau Cricket Stadium as the temporary stadium is set to be dismantled from tomorrow.
— ANI (@ANI) June 13, 2024
The T20 World Cup match between India and the US yesterday was played here. pic.twitter.com/iYsgaEOWlP
આ સ્ટેડિયમ વર્લ્ડ કપની શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યું છે કારણ કે આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી તમામ મેચો લો સ્કોરિંગ રહી છે. આ મેદાન માત્ર 106 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને આ અંગે ઘણી ચર્ચાઓ પણ થઈ હતી. જો કે આ સ્ટેડિયમ ફરી ચર્ચામાં છે કારણ કે હવે આ સ્ટેડિયમને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ મેદાન પર ગઇકાલે ભારત અને યુએસએ વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે મેચ પુરી થયાને 24 કલાક પણ નથી વિત્યા અને એટલામાં સ્ટેડિયમની બહાર બુલડોઝર જોવા મળ્યું હતું. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
Bulldozers arrive to dismantle Nassau County International Stadium following IND-USA T20WC clash
— ANI Digital (@ani_digital) June 13, 2024
Read @ANI Story | https://t.co/4CGeq6wGRE#ICCT20WorldCup #cricket #TeamIndia pic.twitter.com/QAJ3MHN72E
નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ સપ્ટેમ્બર 2023 માં શરૂ થયું હતું જે 106 દિવસમાં પૂર્ણ થયું હતું. હવે આ સ્ટેડિયમને માત્ર 6 અઠવાડિયામાં તોડી પાડવામાં આવશે. આઇઝનહોવર પાર્કને તેના જૂના સ્વરૂપમાં ફેરવવામાં આવશે, જેમાં ત્યાંના લોકો કોઈપણ પ્રતિબંધ વિના અંદર અને બહાર જઈ શકશે. સાથે જ પીચો અંગે શું નિર્ણય લેવામાં આવશે તે અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. નાસાઉ કાઉન્ટીના અધિકારીઓએ આ વિશેનો નિર્ણય કરશે.
T20 વર્લ્ડ કપ દરમિયાન આ મેદાન પર કુલ આઠ મેચ રમાઈ છે જેમાંથી પ્રથમ બેટિંગ કરતી ટીમોએ આઠમાંથી ત્રણ મેચ જીતી હતી, જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમોએ પાંચ વખત મેચ જીતી હતી. આ મેદાન ભારત માટે લકી સાબિત થયું કારણ કે અહીં રમાયેલી ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.