'નિક તો ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો પરંતુ પ્રિયંકાએ આજીવન કારવાસ આપી દીધો'

By : juhiparikh 11:15 AM, 06 December 2018 | Updated : 11:15 AM, 06 December 2018
લગ્ન અને રિસેપ્શન પછી જ્યાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સતત ચર્ચામાં છે ત્યારે ન્યૂયોર્કના એક મેગેઝિને પ્રિયંકાને 'ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ' જણાવી છે. વિદેશી મેગેઝિનમાં પ્રિયંકા વિશે આ પ્રકારની આર્ટિકલ લખ્યા પછી બોલિવુડ તથા હોલિવુડના ઘણા સ્ટાર્સ ગુસ્સે થયા છે. જોકે વિવાદ વધતા વેબસાઇટથી આર્ટિકલને હટાવી દીધો છે અને માફી માંગી છે. 

આર્ટિકલ પર સોનમ કપૂરે પોતાની નારાજગી વ્યકત કરી હતી, તેણે આ આર્ટિકલને મહિલા વિરોધી જણાવ્યો છે. તેણે લખ્યુ કે, ''આ આર્ટિકલ એક મહિલા જ લખી રહી છે તે દુખની વાત છે શરમ આવે છે.'' સ્વરા ભાસ્કરે પણ આર્ટિકલ વિરુદ્ઘ સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, તેણે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
 
 
તો બીજી તરફ પ્રિયંકાની જેઠાણી અને 'ગેમ ઑફ થ્રોન્સ'ની હિરોઇન સોફી ટર્નરે આ આર્ટિકલને અયોગ્ય ગણાવ્યો. જ્યારે જો જોનસે કહ્યુ કે, આ આર્ટિકલ માટે વેબસાઇટને શરમ આવવી જોઇએ. 
   

વાસ્તવમાં એક વિદેશી ઇન્ટરનેશનલ મેગેઝિને પ્રિયંકા અને નિકના સંબંધોને લઇને એક આર્ટિકલ લખ્યો. આ આર્ટિકલનું ટાઇટલ ''શું પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો પ્રેમ સાચ્ચો છે?''.  આર્ટિકલમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન એક 'છેતરપિંડી' છે. 1000થી વધારે શબ્દોના આર્ટિકલમાં પ્રિયંકા અને નિકને રિલેશનને ખોટુ ગણાવ્યુ છે. આ સાથે તેમ પણ લખવામાં આવ્યુ છે કે, નિક પ્રિયંકાને માત્ર ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો પરંતુ હોલિવુડમાં હાલમાં જ પ્રવેશેલી આ એક્ટ્રેસ તેને આજીવન કારાવાસ કરાવી દીધો  આર્ટિકલમાં નિકને સલાહ આપવામાં આવી છે કે, ''જો નિક તું આ આર્ટિકલ વાચી રહ્યો છે તો જલ્દીથી બચીને નીકળી જા.'' 

જોકે ત્યારબાદ આ આર્ટિકલનો વિરોધ થતા વેબસાઇટે આર્ટિકલ માટે માફી માગી અને વેબસાઇટ પરથી હટાવી દીધો છે સાથે જ પોતાના ઑફિશ્ય સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યુ છે કે, ''પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વિશે છપાયેલી સ્ટોરી અમારા માપદંડો સાથે મેળ નથી ખાતી, અમે આર્ટિકલ હટાવી દીધો અને માફી માંગીએ છીએ.''

જોધપુરના ઉમૈદ ભવન પેલેસ ખાતે કર્યા લગ્ન:

પ્રિયંકા-નિકે પહેલી ડિસેમ્બરના રોજ ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યાં હતાં. બીજી ડિસેમ્બરના રોજ પ્રિયંકા-નિકે હિંદૂ રીતિ-રિવાજથી લગ્ન કર્યાં હતાં. 29 નવેમ્બરથી જોધપુરના ઉમેદ પેલેસમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશન શરૂ થયા હતાં. જેમાં મહેંદી, સંગીત સેરેમની, કોકટેલ પાર્ટી, હલ્દી, ચૂડા સેરેમની યોજાઈ હતી. ક્રિશ્ચિયન વેડિંગમાં પ્રિયંકા તથા નિક વચનો લખીને આવ્યા હતાં. હિંદૂ લગ્નમાં ફેરા ફર્યાં બાદ નિકે સ્પીચ આપી હતી અને પ્રિયંકાને આજીવન ખુશ રાખશે તેવું વચન આપ્યું હતું. આ સાંભળીને પ્રિયંકાની આંખો ભરાઈ આવી હતી. હિંદુ લગ્નમાં પ્રિયંકાના કાકા પવન ચોપરા(પરિણીતીના પિતા)એ કન્યાદાન કર્યું હતું.Recent Story

Popular Story