બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:03 AM, 11 January 2025
અમેરિકામાં છેલ્લા ઘણા દિવસોથી આગના કારણે તબાહી મચી ગઈ છે. લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયા. ત્યારે હવે શુક્રવારે 10 જાન્યુઆરીના રોજ ન્યુ યોર્કમાં બ્રોન્ક્સ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી ગઈ, જેમાં 7 લોકો ઘાયલ થઈ ગયા. આગ એટલી ભયંકર હતી કે 200 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા, હાલમાં આગ બુઝાવવાનું કામ ચાલુ છે.
ADVERTISEMENT
છ માળની રહેણાંક ઇમારત ભારે પવનને કારણે આગની લપેટમાં આવી ગઈ. ન્યૂ યોર્ક ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એક કલાકની અંદર ભારે પવનને કારણે આગ પાંચ એલાર્મ સુધી વધી ગઈ હતી. આ એલાર્મનું સૌથી ઊંચું સ્તર છે જે મોટી અને વ્યાપક આગનો સંકેત આપે છે. તેમાં ઘણીવાર ઘણી ઇમારતો સામેલ હોય છે.
Approximately 200 Fire and EMS personnel are operating at the scene of the 5-alarm fire on Wallace Avenue in the Bronx. pic.twitter.com/J5px5Iri6T
— FDNY (@FDNY) January 10, 2025
ADVERTISEMENT
ઘાયલોમાં ફાયર ફાઇટર પણ સામેલ
આગમાં ઘાયલ થયેલા સાત લોકોમાં બે નાગરિકો અને પાંચ ફાયર ફાઇટરનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, એક નાગરિકે હોસ્પિટલમાં જવાનો ઇનકાર કર્યો અને તેને ઘટનાસ્થળે જ સારવાર આપવામાં આવી. એક રહેવાસીએ જણાવ્યું કે અગ્નિશામકોએ બધાને બહાર નીકળવાનું કહ્યું કારણ કે આગ છતથી લાગી હતી. ફાયર ફાઇટર સહિત અનેક લોકોને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ, જ્યારે 100 લોકો વિસ્થાપિત થયા હોવાની આશંકા છે. એક રહેવાસીએ જણાવ્યું, "બધાએ જે કંઈ શક્ય હતું તે લઈ લીધી અને ઇમારતની બહાર નીકળી ગયા. ઇમારતની બહાર જે રીતનો જનારો દેખાઈ રહ્યો હતો, તેને જોઇને મને ઇમારતની અંદર ઘણો ધુમાડો હોવાની અપેક્ષા હતી."
શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ, જ્યારે મેયર એરિક એડમ્સ અને અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળે પત્રકારોને માહિતી આપી ત્યારે ઇમારતના કેટલાક ભાગો હજુ પણ ધૂમાડાથી ભરેલા હતા. તેમણે કહ્યું, "ભગવાનનો આભાર કે કોઈને જીવલેણ ઈજા થઈ નથી, પરંતુ આ એક ભીષણ આગ હતી અને અમે જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ તેમાં હવાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી."
આ પણ વાંચો: સાન ફ્રાન્સિસ્કોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ
લોસ એન્જલસમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
લોસ એન્જલસમાં લાગેલી આગ પછી LA કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ પુષ્ટિ કરી કે આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે, અને ચેતવણી આપી છે કે કર્ફ્યુ તોડનારાઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસને લૂંટફાટ થવાની આશંકા હોવાથી LA ના આગગ્રસ્ત વિસ્તારોમાં રાત્રિનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.