બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:23 AM, 12 July 2024
Syracuse Hancock International Airport : ન્યૂયોર્કમાં એક મોટી આકાશી દુર્ઘટના ટળી છે. વાસ્તવમાં ન્યૂયોર્કના સિરૈક્યુઝ હૈનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના આકાશમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. વિગતો મુજબ બે વિમાનો આકાશમાં જ અથડામણમાંથી બચી ગયા. આ ભયાનક ક્ષણ 8 જુલાઈના રોજ ઉત્તર સિરૈક્યુઝ પોલીસ વિભાગની પેટ્રોલિંગ કાર પર લગાવેલા કેમેરા દ્વારા કેદ કરવામાં આવી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને પ્લેન કોમર્શિયલ એરલાઈન્સ કંપનીઓના હતા. એક ફ્લાઇટ PSA એરલાઇન્સ 5511 અને બીજી એન્ડેવર એર 5421 હતી. FAA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના 8 જુલાઈના રોજ સવારે 11.50 વાગ્યે બની હતી. ATC એ PSA એરલાઇન્સ 5511 ને સિરૈક્યુઝ હૈનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટથી અલગ થવા માટે નિર્દેશ આપ્યો હતો.
NEW: The FAA has launched an investigation after two planes nearly collided at New York’s Syracuse Hancock International Airport.
— Collin Rugg (@CollinRugg) July 10, 2024
A commercial flight was forced to abort the landing when an airplane taking off nearly ran into the plane.
The planes came within just… pic.twitter.com/jW5pyqZCeM
ADVERTISEMENT
એક ખાનગી મીડિયા હાઉસે ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightRadar24ના ડેટાના આધારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, વોશિંગ્ટનથી આવી રહેલી PSA ફ્લાઈટ અને ન્યૂયોર્ક જઈ રહેલી એન્ડેવર એર ફ્લાઈટ એકબીજાથી લગભગ 700-1000 ફૂટના અંતરે ઊભી હતી. PSA એરલાઇન્સ 5511માં 75 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા તો એન્ડેવર એર 5421માં 76 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો હતા. જેમાં બે પાઈલટ અને બે ફ્લાઈટ એટેન્ડન્ટનો સમાવેશ થાય છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી.
વધુ વાંચો : નેપાળના પહાડો ચિચિયારીથી ગૂંજ્યા, ભૂસ્ખલન થતાં બે બસ નદીમાં ખાબકી, 60 મુસાફરો તણાયા
જોકે નિષ્ણાતોનું કહેવું છે કે, બંને ફ્લાઈટ્સ વચ્ચે ટક્કર થવાની શક્યતાઓ સરખી નહોતી. તેમણે કહ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલ ઓડિયો તેનાથી વિપરીત સંકેત આપે છે. અહેવાલળો મુજબ ટ્રાફિક કંટ્રોલે શરૂઆતમાં PSA 5511 ને લેન્ડ કરવા માટે ક્લિયર કર્યું હતું અને એ જ રનવે 28 પરથી ઉડવા માટે એન્ડેવર એર 5421 ને પણ ક્લિયર કર્યું હતું.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.