નવું વર્ષ આવવામાં થોડા કલાકોની વાર છે ત્યારે લોકો 2021ની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. નવા વર્ષને લઈને ખાસ તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે. જો તમે પણ નવા વર્ષના સ્વાગત માટે ઘરને ડેકોરેટ કરવાનો પ્લાન કર્યો છે તો વાસ્તુ અનુસાર ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. આમ કરવાથી નવા વર્ષની શરૂઆત સારી થાય છે અને આર્થિક રીતે પણ ફાયદો થાય છે. તો જાણો કઈ ચીજોને ઘરની બહાર કરશો.
નવા વર્ષે કરી લો આ કામ
વાસ્તુના ખાસ ઉપાયો અપાવશે રાહત
નહીં રહે આર્થિક તંગી
આ રંગોની કરો પસંદગી
નવા વર્ષના સ્વાગત માટે સૌ પહેલાં ઘરની સફાઈ કરો. ઘરની સફાઈ સમયે ખૂણા અને કિનારીઓને સારી રીતે સાફ કરો. જો તમે લાંબા સમયથી કલર નથી કરાવ્યો તો તે કામ પણ કરી લો. વાસ્તુ અનુસાર ઘરમામં બ્રાઈટ કલરનો પેઈન્ટ પણ સકારાત્મક ઉર્જા આપે છે.
મેનગેટને આ રીતે સજાવો
નવા વર્ષના સ્વાગત માટે મેનગેટને સારી રીતે સજાવો તે જરૂરી છે. વાસ્તુ અનુસાર મેનગેટની સામે ખાડા કે ગંદગી હોય તે અશુભ માનવામાં આવે છે. એવામાં ઘરના દરવાજા પર ક્યારેય ડસ્ટબિન ન રાખો.
બંધ પડેલી ઘડિયાળ
જો તમારા ઘરમાં બંધ કે ખરાબ ઘડિયાળ છે તો તેને તરત જ રીપેર કરાવી લો. કહેવાય છે કે ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તે અશુભ માનવામાં આવે છે. આ સાથે જ તૂટેલા ઈલેક્ટ્રોનિક્સ સામાનને પણ નવા વર્ષ પહેલાં ઘરમાંથી હટાવી દો.
છોડ લગાવો
ઘરની સાજ સજાવટ માટે છોડને સામેલ કરો. વાસ્તુ અનુસાર આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ધ્યાન રાખો કે ઘરના આંગણામાં મહેકતા ફૂલના છોડ હોય.
તૂટેલા વાસણો કાઢી લો
નવા વર્ષનું સ્વાગત કરતા પહેલા રસોઈમાંથી તૂટેલા વાસણોને કાઢી લેવા યોગ્ય છે. કહેવાય છે કે રસોઈમાં તૂટેલા વાસણો હોય તો બરકત આવતી નથી. આર્થિક મુશ્કેલીઓ પણ વધે છે.