new year 2020 these things will be changed the rules of pan and insurance will change these things will be cheap and expensive
કામની વાત /
આવતીકાલથી બદલાઈ જશે આ નિયમો અને મોંઘી થશે વસ્તુઓ, બગડી શકે છે તમારું બજેટ
Team VTV09:29 AM, 31 Dec 19
| Updated: 09:31 AM, 31 Dec 19
નવા વર્ષની શરૂઆતમાં જાણકારીના અભાવે આપને મુશ્કેલી થઈ શકે છે, કારણ કે આવતી કાલથી એટલે કે 1 જાન્યુઆરી 2020થી આ નિયમોમાં ફેરફાર આવી રહ્યા છે. આ સિવાય કેટલીક જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થવા જઈ રહી છે. આ તમામ વસ્તુઓ તમારા ખિસ્સા પર નવા વર્ષે અસર કરી શકે છે.
વર્ષ 2020માં બદલાશે આ નિયમો
આધાર, એટીએમ, ઈન્શ્યોરન્સના નિયમો બદલાશે
વસ્તુઓ મોંઘી થતાં વધશે ખર્ચનું પ્રમાણ
SBI મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ
RBIના નિયમો અનુસાર દરેક બેંક પણ પોતાના મેગ્નેટિક સ્ટ્રીપ ડેબિટ કાર્ડને વધારે સુરક્ષિત કરવા માટે EMV ચીપ અને પિન બેસ્ડ ડેબિટ કાર્ડમાં બદલી રહી છે. જો તમે પણ મેગ્નેટિક સ્ટ્રિપ બેસ્ડ કાર્ડ વાપરો છો કો કમે હોમ બ્રાન્ચ જઈને તેને બદલાવી શકો છો. કાર્ડ બદલવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 છે. નવા કાર્ડમાં એટીએમ ફોર્ડથી પણ સુરક્ષા મળશે.
One Natione One Ration Card
2020માં આખા દેશમાં એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડની વ્યવસ્થા લાગૂ કરાશે. 15 જાન્યુઆરીથી મલનારા રેશનકાર્ડની મદદથી લાભાર્થી કોઈ પણ રાજ્યમાં તેનો ઉપયોગ કરી શકશે. શરૂઆતમાં દેશના 12 રાજ્યોમાં આ યોજના લાગૂ કરાશે. જે અન્ય રાજ્યોમાં થોડા સમયમાં લાગૂ થશે.
ફાસ્ટેગ અનિવાર્ય
ફાસ્ટેગ માટેની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે. મોદી સરકારે નક્કી કર્યું છે કે દેશના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની મદદથી ટોલ એમાઉન્ટ લેવામાં આવે. ટોલ પ્લાઝા પર કેશની મદદથી ટોલ આપવા માટે લાંબી લાઈનો ખતમ કરવા માટે આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. ફાસ્ટેગની મદદથી ઓનલાઈન ટોલ એમાઉન્ટ લેવામાં આવશે.
લાઈફ ઈન્શ્યોરન્સ પોલીસીના બદલાશે નિયમ
2020માં લિંક્ડ અને નોન લિંક્ડ ઈન્શ્યોરન્સ પોલીસીમાં મોટા બદલાવ આવશે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેચરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ વીમા કંપનીને આદેશ આપ્યો છે અને નિયમોમાં બદલાવની જાણકારી આપી છે. આ નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થશે. નિયમ લાગૂ થયા બાદ પોલીસી મેચ્યોરિટી પર નિકાસની સીમા 33-60 ટકા કરવામાં આવી છે. જ્યારે પ્રીમિયમ મોંઘુ અને ગેરેટી રિટર્ન થોડું ઓછું થઈ શકે છે.
ગાડીઓ થશે મોંઘી
ગાડી નિર્માતા કંપની પોતાના ઉત્પાદકોના ભાવમાં વધારો કરશે. કંપનીઓ એવા બીએસ-VIમાં વધારો કરશે.
જીએસટી રજિસ્ટ્રેશન
2020માં વસ્તુ અને સેવા કર રિટર્ન પ્રણાલીમાં પણ મોટો બદલાવ આવશે. હવે આધારની મદદથી જીએસટી રજિસ્ટ્રેશન લાગૂ થશે. જો કે આ વ્યવસ્થાને શરૂઆતમાં તેને ટ્રાયલની રીતે લાગૂ કરવામાં આવશે. નવી વ્યવસ્થા 1 જાન્યુઆરીથી લાગૂ થશે.
ઇલેક્ટ્રોનિક સામાન થશે મોંઘો
નવા વર્ષમાં તમે ફ્રિઝ, એસી ખરીદો છો તમે 2019 કરતાં વધારે રૂપિયા ચૂકવો તે શક્ય છે. આ કિંમત 6 હજાર સુધી થઈ શકે છે. 2020માં એનર્જી લેવલિંગ નોર્મ્સ લાગૂ થશે. તેમાં કહેવાયું છે કે કંપનીઓ હવે કુલિંગ માટે ફોમને બદલે વેક્યૂમ પેનલનો ઉપયોગ કરશે.