બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / New trouble for India before WTC final! This player was injured in practice
Megha
Last Updated: 01:21 PM, 5 June 2023
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023માં રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ અને પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ સામસામે ટકરાશે. જણાવી દઈએ કે 7 જૂનના રોજ આ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાશે. હાલ બંને ટીમ આ મેચ માટે પ્રેક્ટિસ કરી રહી છે એવાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામેઆવી રહ્યા છે.
— BCCI (@BCCI) June 5, 2023
ADVERTISEMENT
પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી
મેચ માટે રોહિત સેનાએ રવિવારે ઓવલ ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન કર્યું હતું. આ દરમિયાન તમામ ખેલાડીઓએ જોરદાર પ્રેક્ટિસ કરી હતી. ટીમ ઈન્ડિયાના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને પણ જોરદાર બેટિંગ કરી હતી. જોકે, પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને ઈજા થઈ હતી.
ઈશાન કિશન ફાઈનલ પહેલા ઈજાગ્રસ્ત
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન ઓવલ ખાતે ચાલી રહેલા પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેનો જમણો હાથ ઈજાગ્રસ્ત છે. બોલ સીધો કિશનના હાથ પર વાગ્યો હતો. એવું લાગતું હતું કે કિશન ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ જશે. પરંતુ આવું ન થયું. આ પછી ઈશાન કિશન જમણા હાથ પર પાટો બાંધીને રમતા જોવા મળ્યો હતો.
Ishan Kishan and Shubman Gill are relaxed and ready for the #WTC23 Final! pic.twitter.com/8kgUpLwVDM
— ICC (@ICC) June 5, 2023
ઈશાન કિશન અને ભરત વચ્ચે કોને મળશે તક?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ માટે ભારતીય ટીમે KS ભરત અને ઈશાન કિશનના રૂપમાં બે વિકેટકીપરની પસંદગી કરી છે. બંને ખેલાડીઓ જબરદસ્ત છે. બંનેમાંથી કોણ રમશે તે કહેવું મુશ્કેલ છે. કેટલાક પીઢ કિશન અને પછી ભરતને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ ભરત પાસે રમવાની વધુ તક છે. તેણે વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની ટેસ્ટ સીરિઝમાં પણ વિકેટ કીપિંગ કરી હતી.
WTC ફાઇનલ માટે ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ઈશાન કિશન, ચેતેશ્વર પૂજારા, અક્ષર પટેલ, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ.
રિઝર્વ ખેલાડી : યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.