ગાંધીનગર / નવા ટ્રાફિક કાયદાનો અમલ શરુ, સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓનું ચેકીંગ થશે

ગાંધીનગરમાં નવા ટ્રાફિક કાયદાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સચિવાલયના એક કર્મચારીએ હેલમેટ નહોંતુ પહેર્યું. જે મામલે VTVએ સવાલ કરતાં કર્મચારીએ પોતાની વ્યથા રજૂ કરી. કર્મચારીએ કહ્યું કે હજુ સુધી મારો પગાર જ નથી થયો તો હેલમેટ ક્યાંથી લાવું. આ સાથે જ કર્મચારીએ પોતાનું સ્ટેટમેન્ટ બતાવવા સુધીની વાત કહી દીધી. જ્યારે દંડની વાત કરી તો કહ્યું કે તે સમયે જે થશે તે જોઈ લઈશું.

બ્રેકિંગ ન્યૂઝ