બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2025-26 / આ તારીખથી દેશમાં લાગુ થશે ન્યૂ ટેક્સ બિલ, જાણો 622 પેજના ડ્રાફ્ટમાં શું-શું હશે ખાસ?
Last Updated: 01:18 PM, 12 February 2025
નવું આવકવેરા બિલ 2025 ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે અને આ પહેલા તેની ડ્રાફ્ટ કોપી સામે આવી ગઈ છે, જે 622 પાનાની છે.
ADVERTISEMENT
નવું આવકવેરા બિલ 2025 ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે અને આ પહેલા તેની ડ્રાફ્ટ કોપી સામે આવી ગઈ છે, જે 600 થી વધુ પાનાની છે. જેમ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, તે જૂના આવકવેરા કાયદા કરતાં સરળ ભાષામાં હશે અને તેમાં સમાવિષ્ટ ઘણા શબ્દો બદલવામાં આવશે અથવા દૂર કરવામાં આવશે. આ ડ્રાફ્ટમાં પણ દેખાય છે. હવે નાણાકીય વર્ષના બધા 12 મહિના કરવેરા વર્ષ તરીકે ઓળખાશે, જ્યારે એસેસમેંટ ઇયર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ડ્રાફ્ટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનથી લઈને કેપિટલ ગેઇન ટેક્સ સુધીની દરેક બાબત અંગે ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ નવું ટેક્સ બિલ 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે.
ADVERTISEMENT
મૂડી લાભ દર યથાવત
622 પાના અને 536 વિભાગોના આ ડ્રાફ્ટ મુજબ આકારણી વર્ષનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો છે અને તેને હવે ટેક્સ ઇયર તરીકે પરભાષિત કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષના આખા 12 મહિના હવે કર વર્ષ કહેવાશે. ડ્રાફ્ટમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(b) હેઠળ, 12 મહિના સુધીના સમયગાળાને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. ટૂંકા ગાળાના મૂડી લાભ કર 20 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આવકવેરા કાયદામાં પાનાઓની સંખ્યા ઘટાડી
નવા આવકવેરા બિલ 2025 માં બીજો મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે તેમાં પાનાઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. આ આવકવેરા કાયદા 1961 ની સરખામણીમાં ઘણું ઓછું છે, જે 63 વર્ષ પહેલા અમલમાં હતું. તમને જણાવી દઈએ કે ટેક્સ એક્ટ 1961માં કુલ 880 પાના હતા, જે હવે ઘટાડીને 622 કરી દેવામાં આવ્યા છે. જોકે, પ્રકરણ નંબર 23 પર યથાવત રાખવામાં આવ્યો છે.
સીબીડીટીને મળ્યો અધિકાર
આવકવેરા અધિનિયમ,1961 ની તુલનામાં નવા કર બિલમાં આગામી મોટો ફેરફાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDT સાથે સંબંધિત છે. બિલના ડ્રાફ્ટ મુજબ અગાઉ આવકવેરા વિભાગને વિવિધ કર યોજનાઓ શરૂ કરવા માટે સંસદનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ નવા કર કાયદા 2025 મુજબ હવે CBDT ને આવી યોજનાઓ સ્વતંત્ર રીતે શરૂ કરવાની સત્તા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે.
કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર નથી
આ સાથે નવા ટેક્સ બિલ 2025 માં નવી ટેક્સ સિસ્ટમ અંગે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બજેટમાં જાહેર કરાયેલા દરો એ જ રહેશે. નવી કર વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને 12 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, નવી કર વ્યવસ્થા હેઠળ પ્રમાણભૂત કપાત 75,000 રૂપિયા અને જૂની કર વ્યવસ્થા હેઠળ તે 50,000 રૂપિયા હશે.
આ પણ વાંચોઃ સોનું ફરી સસ્તું થયું, જલ્દી કરો! ક્યાંક પાછો વધારો ના થઇ જાય, જાણો 10 ગ્રામના લેટેસ્ટ રેટ
નવો ટેક્સ સ્લેબ 2025
4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી
4 લાખ રૂપિયા 1 થી 8 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ
8 લાખથી 12 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ
12 લાખ (1 રૂપિયાથી 16 લાખ રૂપિયા) 15% ટેક્સ
16 લાખથી 20 લાખ રૂપિયા સુધી 20% ટેક્સ
તમને જણાવી દઈએ કે આ નવા ટેક્સ એક્ટ 2025 ને ગયા અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેને લોકસભામાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ તેને વિગતવાર ચર્ચા માટે સ્થાયી સમિતિમાં મોકલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.