બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / new tata stylish car with low EMI

કામની વાત / આ છે ટાટાની સ્ટાઇલિશ કાર, માત્ર 5,555 રૂપિયાની EMI પર ખરીદો પોતાની કાર

Last Updated: 12:52 PM, 12 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓછા ભાવ, ઉત્તમ સુવિધાઓ અને મજબૂત દેખાવને કારણે ટાટાના અલ્ટ્રોજ પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં આગળ છે. ટાટાની આ લક્ઝુરિયસ કાર આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી. પ્રથમ નજરમાં લોકોને આ કાર ગમી જાય છે.

જો તમે કિંમતની વાત કરો તો, દિલ્હીમાં ટાટા અલ્ટરોઝની પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ) રૂ. 5.29 લાખ છે. જ્યારે ટોપ વેરિયન્ટની કિંમત 7.74 લાખ રૂપિયા છે. કંપનીને આ કાર થકી ઘણી આશા છે. કોરોના સંકટને કારણે તેના વેચાણ પર પણ અસર થઈ છે. હવે ટાટા આ કારનું વેચાણ વધારવા માટે એક યોજના લઈને આવી છે.

  • તમારા બજેટમાં સ્ટાઇલિશ કાર
  • ટાટા લાવ્યુ છે મારુતિનો ઓપ્શન

ટાટા મોટર્સે ગ્રાહકોને આકર્ષવા માટે ઓછી EMI યોજના શરૂ કરી છે. જો તમે અલ્ટ્રોઝ ખરીદવા માંગતા હોવ, તો તમે કારને ફક્ત 5,555 રૂપિયાની EMI પર ઘરે લઇ જઇ શકો છો. કંપનીનું કહેવું છે કે, લૉકડાઉનને કારણે રોકડની કટોકટીને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને આ રાહત આપવામાં આવી રહી છે


આ યોજના હેઠળ, ગ્રાહકે ટાટા અલ્ટ્રોઝ ખરીદવાના પહેલા 6 મહિનામાં 5,555 રૂપિયા માસિક હપ્તા ચૂકવવા પડશે. તે પછી, લોનની રકમ અનુસાર EMI ફરીથી ભરવાની રહેશે. કંપનીએ કહ્યું છે કે, લો EMIની સુવિધા 5.5 લાખ રૂપિયા સુધીની લોનની રકમ પર લાગુ કરવામાં આવશે, અને લોન ચુકવવા માટે પાંચ વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.


જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો નજીકના ટાટા મોટર્સના શોરૂમમાં જઈને તમે કાર બુક કરાવી શકો છો, આ ઉપરાંત કંપની દ્વારા ઓનલાઇન બુકિંગ સુવિધા આપવામાં આવી રહી છે

એન્જિન
ટાટા અલ્ટ્રોઝ બંને પેટ્રોલ અને ડીઝલ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. બંને  બીએસ -6થી સજ્જ છે. 1.2-લિટર પેટ્રોલ એન્જિન, જ્યારે બીજું નેક્સનવાળુ 1.5 લિટરનું ડીઝલ એન્જિન છે.

5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ બંને એન્જિનો સ્ટાન્ડર્ડ છે. પેટ્રોલ એન્જિન 86 bhp અને 113 NM ટોર્ક ઉત્પન્ન કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 90bhp પાવર અને 200 NM ટોર્ક જનરેટ કરે છે.

કંપનીએ અલ્ટ્રાઝ પેટ્રોલ વેરિએન્ટમાં પ્રતિ લિટર 19 કિલોમીટર અને ડીઝલમાં 25 કિલોમીટર પ્રતિ લિટર એવરેજનો દાવો કર્યો છે. ટાટા અલ્ટ્રોઝની લંબાઈ 3990 મીમી, પહોળાઈ 1755 મીમી, ઉંચાઇ 1523 મીમી તેમજ વ્હીલબેસ 2501 મીમી છે

આ કારમાં બે સૌથી મોટી સુવિધાઓ છે, પ્રથમ તેને ક્રેશ પરીક્ષણમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. અલ્ટ્રોઝ ટાટાની બીજી સલામત કાર છે.

બીજું, તેના બંને એન્જિન પેટ્રોલ અને ડીઝલ બીએસ 6 ઉત્સર્જનના ધોરણોનું પાલન કરે છે. ભારતીય બજારમાં, ટાટાની કાર મારુતિ સુઝુકી બલેનો અને હ્યુન્ડાઇ આઇ 20 માટે સીધો પડકાર છે

તેમાં ઓટો હેડલેમ્પ, કીલેસ એન્ટ્રી, પુશ બટન સ્ટાર્ટ / સ્ટોપ, 7 ઇંચ ટી.એફ.ટી. ડિસ્પ્લે, 7 ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ પ્રોજેક્ટર હેડલેમ્પ, એલઇડી ડીઆરએલ્સ, સ્પ્લિટ એલઇડી ટેલ લેમ્પ ફિચર રિઅર પર છે. જ્યારે સલામતી સુવિધાઓમાં એબીએસ વાળા ઇબીડી, રીઅર પાર્કિંગ સેન્સર સાથેનો કેમેરો, ડ્રાઇવર અને સહ-ડ્રાઇવર સીટ બેલ્ટની ચેતવણી અને હાઇ સ્પીડ ચેતવણી શામેલ છે

સંકળાયેલા મુદ્દાઓ

EMI Tata Altroz car low emi ટાટા અલ્ટ્રોઝ benefit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ