બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતો માટે કેન્દ્ર સરકારની એગ્રીસ્યોર યોજના, સ્ટાર્ટઅપ શરૂ કરવા 250000000ની રોકાણ સહાય

તમારા કામનું / ખેડૂતો માટે કેન્દ્ર સરકારની એગ્રીસ્યોર યોજના, સ્ટાર્ટઅપ શરૂ કરવા 250000000ની રોકાણ સહાય

Last Updated: 08:56 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના કૃષિ મંત્રાલય અને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે સાથે મળીને શરૂ કરી કૃષિ યોજના. જાણો ખેડૂતોને આમાં કેવી રીતે ફાયદો થશે. દેશના કરોડો ખેડૂતોને આ સરકારી યોજનાનો લાભ મળશે.

ભારત સરકાર દેશના 13 કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 સુધીનો લાભ આપે છે. હવે સરકારે દેશના દરેક ખેડૂતો માટે વધુ એક નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાની શરૂઆત દેશના કૃષિ મંત્રી શિવ રાજ સિંહ ચૌહાણે કરી અને આ યોજનાનું નામ એગ્રીસ્યોર યોજના રાખવામાં આવ્યું.

આ એગ્રી ટેક સ્ટાર્ટઅપ સ્કીમ છે. જેમાં ખેડૂતોને તેમનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. સરકારે આ યોજના માટે અલગ-અલગ બજેટ પણ નક્કી કરેલ છે. એગ્રીસ્યોર સ્કીમનું પૂરું નામ 'એગ્રીકલ્ચર ફંડ ફોર સ્ટાર્ટઅપ્સ અને રૂરલ એન્ટરપ્રાઇઝિસ' છે. આના દ્વારા કૃષિ અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ તકનીકો અને ઇનોવેશન થકી પ્રોત્સાહન આપવામાં આવશે. જો કોઈ ખેડૂત કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કરવા માંગે છે, તો સરકાર તેને આર્થિક મદદ કરશે.

વધુ વાંચો: ઓફિસ નહીં ઘરે બેઠા જ કરો જબરદસ્ત કમાણી! આ રહ્યું 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સનું લિસ્ટ

ભારત સરકારના કૃષિ મંત્રાલય અને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેંટે મળીને આ ફંડની શરૂઆત કરી છે. આ કુલ રૂ. 750 કરોડનું ફંડ છે. જેના કારણે યુવાનોમાં કૃષિ ક્ષેત્રમાં આવક મેળવવાની નવી તકો ઉભી થશે. સરકાર દ્વારા શરૂ કરાયેલ એગ્રીસ્યોર સ્કીમ હેઠળ, કોઈ પણ વ્યક્તિ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 25 કરોડ રૂપિયા સુધીનું રોકાણ મેળવી શકે છે.

જો કે, આમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. જેના કારણે રકમની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે. જો કોઈ કૃષિ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરવા માંગે છે., તો તે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડના રોકાણ મેનેજરનો સંપર્ક કરી શકે છે અથવા આ માટે [email protected] પર મેઈલ પણ મોકલી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Yojana Farmers Agrisure Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ