new rates of petrol and diesel released petrol cheaper by rs 33 diesel
વાહ /
શું વાત છે સાચે જ! અહીં 33.38 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે પેટ્રોલ, ડીઝલનો ભાવ 77.13 રૂપિયા પ્રતિલિટર
Team VTV12:26 PM, 08 Nov 21
| Updated: 12:28 PM, 08 Nov 21
પેટ્રોલ-ડીઝલના ભાવ આજે પણ સ્થિર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ મુજબ, આજે સોમવારે તમારે 1 લીટર પેટ્રોલ માટે ઉત્તર પ્રદેશના નોઈડામાં 95.51 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 116.34 રૂપિયા ચૂકવવા પડશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ આજે પણ સ્થિર
સૌથી સસ્તુ પેટ્રોલ-ડીઝલ પોર્ટ બ્લેયરમાં
સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ શ્રીગંગાનગરમાં
સૌથી સસ્તુ પેટ્રોલ-ડીઝલ પોર્ટ બ્લેયરમાં
સૌથી સસ્તુ પેટ્રોલ-ડીઝલ પોર્ટ બ્લેયરમાં છે અને સૌથી મોંઘુ શ્રીગંગાનગરમાં. પોર્ટ બ્લેયરમાં ડીઝલનો લીટરનો ભાવ 77.13 રૂપિયા છે, તો શ્રીગંગાનગરમાં 100.53 રૂપિયા. જો પેટ્રોલની વાત કરીએ તો બંને શહેરોની વચ્ચેનું અંતર લિટરે 33.38 રૂપિયા છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે 103.97 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ લિટરે 86.67 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 અને ડીઝલની કિંમત લિટરે 94.14 રૂપિયા છે.
જાણો, કયા રાજ્યમાં કેટલો ભાવ
કલકત્તામાં પેટ્રોલની કિંમત 104.67 અને ડીઝલ લીટરે 89.79 રૂપિયા છે. તો ચેન્નઈમાં પણ પેટ્રોલનો લીટરનો ભાવ 101.40 રૂપિયા છે અને ડીઝલ 91.43 રૂપિયા છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ યુપી સહિત 23 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે પણ પોતાના ભાગના વેટમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ કિંમતો આ રાજ્યોમાં 12 રૂપિયાથી વધુ ઘટી ગઇ હતી.
દરરોજ સવારે નક્કી થાય છે કિંમતો
ખરેખર, વિદેશી મુદ્રાના દરની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સંશોધન જાહેર કરે છે.
SMS દ્વારા જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ
તમે તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા પણ ચેક કરી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહક RSP<ડીલર કોડ> લખી 9224992249 નંબર પર અને એચપીસીએલના ગ્રાહક HPPRICE <ડીલર કોડ> લખી 9222201122 નંબર પર મોકલી શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP<ડીલર કોડ> લખી 9223112222 નંબર પર મોકલી શકે છે.