New Parliament Building Inauguration: દેશમાં નવા સંસદ બિલ્ડિંગનું 28 મેએ ઉદ્ધાટન થવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ધાટન કરશે.
28 મેએ થશે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તેનું ઉદ્ધાટન
પૂજા-હવાન માટે તમિલનાડુથી આવશે 20 સંતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મેએ સંસદની નવી અને શાનદાર બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે. પરંતુ ઉદ્ધાટન કાર્યક્રમમાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ નહીં હોય. અત્યાર સુધી 20 વિપક્ષની પાર્ટીઓએ નવા સંસદના ઉદ્ધાટનનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષની દલીલ છે કે નવા સંસદનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ પ્રધાનમંત્રીએ નહીં. ત્યાં જ બીજેપી વિપક્ષની દલીલને પાયાવિહોણી ગણાવી રહી છે.
આ વચ્ચે નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલા વાગ્યાનો કાર્યક્રમ હશે અને સંસદનું ઉદ્ધાટન કાર્યક્રમ કેટલા કલાક ચાલશે. જોકે ઉદ્ધાટનનો મોટાભાગનો કાર્યક્રમ આવવાની હજુ વાર છે.
આ પ્રમાણે છે સંભવિત કાર્યક્રમ
સવારે 7.30થી 8.30 વચ્ચે હવન અને પૂજા. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભા ડિપ્ટી ચેરમેન સહિત ઘણા મંત્રી હાજર રહેશે.
8.30થી 9 વાગ્યાની વચ્ચે લોકસભાની અંદર સેંગોલને વૈદિક રીત-રિવાજ સાથે સ્થાપિત કરવામાં આવશે. તેના માટે તમિલનાડુના મઠથી 20 સ્વામી હાજર રહેશે.
9 વાગ્યાથી 9.30ની વચ્ચે પ્રાર્થના સભા આયોજીત થશે. તેમાં શંકરાચાર્ય સહિત ઘણા મોટા વિદ્વાન પંડિત અને સાધુ સંત હાજર રહેશે.
બીજુ ચરણ બપોરે 12 વાગ્યાતી રાષ્ટ્રગાનની સાથે શરૂ થશે.
ત્યારે બે લઘુ ફિલ્મોની સ્ક્રીનિંગ રાખવામાં આવશે.
ત્યાર બાદ ડેપ્ટી ચેરમેન રાજ્યસભા હરિવંશ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચશે.
રાજ્યસભામાં વિપક્ષ નેતા એટલે કે મલ્લિકાર્જુન ખડગાનું પણ સંબોધન હશે. આમ તો ખડગે નેતા વિપક્ષ પદથી રાજીનામુ આપી ચુક્યા છે પરંતુ તેમનું રાજીનામુ હાલ મંજૂર નથી થયુ અને હજુ પણ પદ પર છે. જોરે કોંગ્રેસે ઉદ્ધાટન કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. એવામાં વિપક્ષ નેતાના સંબોધન પર સસ્પેન્સ યથાવત છે.
1200 કરોડમાં બનીને તૈયાર થયું છે નવું સંસદ
પીએમ મોદીએ 10 ડિસેમ્બર 2020એ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું શિલાન્યાસ કર્યું હતું. આ કાર્ય માટે રાજ્યસભા અને લોકસભાએ 5 ઓગસ્ટ 2019એ આગ્રહ કર્યો હતો. તેનો ખર્ચ 861 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો.
જોકે બાદમાં તેનાં નિર્માણની કિંમત 1,200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. સંસદના નવનિર્મિત ભવનને ગુણવત્તાની સાથે રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યા છે. ચાર માળના સંસદ ભવનમાં 1224 સાંસદોના બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે.