બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / new omicron sub variant has spread in india

ચિંતાનો વિષય / એક્સપર્ટનો દાવો: ભારતમાં ફેલાઈ ચુક્યો છે ઓમિક્રોનનો નવો સબ વેરિએન્ટ, આટલા રાજ્યોમાં છે ખતરો

Pravin

Last Updated: 04:31 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે એક્સપર્ટે જે નવા દાવા કર્યા છે, તેને લઈને ચોક્કસપણે ચિંતા થશે.

  • દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસો
  • એક્સપર્ટના દાવાથી ચિંતા વધી
  • ઓમિક્રોનના નવા વેરિએન્ટના કેસો ભારતમાં આવી ગયા

ભારતમાં કોરોનાના કેસ ફરી એક વાર વધી રહ્યા છે. ત્યારે હવે ઈઝરાયલના એક્સપર્ટના નિવેદનથી ચિંત વધી છે. ડૉ. શાય ફ્લેશોને કરેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે કોરોનાના ઓમિક્રોનનો નવો વેરિએન્ટ ભારતમાં ફેલાઈ ચુક્યો છે. ફ્લેશોનના દાવાનું માનીએ તો, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં તેના કેસ આવી ચુક્યા છે. ઓમિક્રોનનું આ નવું રૂપ ખતરનાક હોવાનું કહેવાય છે. ભારત જ નહીં જાપાન (1), જર્મીનામાં (2), યુકે (6), કેનેડા (2), યુએસ (2), ઓસ્ટ્રેલિયા (1), ન્યૂઝીલેન્ડ (1) માં તેના દર્દીઓમાં આ રૂપ સામે આવતા સનસની ફેલાઈ છે. ડો. શાય ફ્લેશોના દાવા પર ભારત સરકારની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

જોઈ લો ભારતના ક્યા ક્યા રાજ્યમાં કેટલા કેસો

ભારતમાં ઓમિક્રોનના નવા વેરિએન્ટના 69 દર્દીઓ બતાવાય છે. તેમાંથી દિલ્હીમાં 1, હરિયાણામાં 6, હિમાચલ પ્રદેશમાં 3, જમ્મુમાં 1, કર્ણાટકમાં 10, મધ્ય પ્રદેશમાં 5, મહારાષ્ટ્રમાં 27, તેલંગણામાં 2, ઉત્તર પ્રદેશમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 13  કેસો છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખતરો હોવાનું કહેવાય છે.  

કેટલો ખતરનાક છે BA.2.75 Omicron sub-variant

ઈઝરાયલના ડો. શાય ફ્લેશોનના જણાવ્યા અનુસાર BA.2.75 Omicron sub-variantને લઈને સંશોધન ચાલુ છે. હાલમાં એવું સ્પષ્ટ રીતે કહેવાયુ નથી કે, તે કેટલો ખતરનાક છે, પણ શરૂઆતી લક્ષણોમાં તે જીવલેણ હોવાના પ્રમાણ મળ્યા છે. તે ઝડપથી શરીરમાં ફેલાય છે અને અલગ અલગ અંગોને નુકસાન પહોંચાડે છે. 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,135 નવા કેસ સામે આવ્યા છે. તો વળી 24 દર્દીઓના મોત થયા છે. આવી રીતે દેશમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 1,13,864 થઈ ગઈ છે અને ડેઈલી પોઝિટિવીટી રેટ 4.85 ટકાએ પહોંચી ચુક્યો છે. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Omicron Covid variant corona case in india corona case in world new omicron sub variant corona Omicron variant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ