બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:32 PM, 17 March 2025
બ્રિટનના ખ્યાતનામ ભવિષ્યવક્તા અને નવા નાસ્ત્રેદમસના નામથી પ્રખ્યાત ક્રેગ હૈમિલ્ટન પાર્કર પોતાની સટીક ભવિષ્યવાણીઓ માટે પ્રસિદ્ધ છે. નવા નાસ્ત્રેદમસની એક વધારે ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે. જેમાં તેમણે એક માલવાહક જહાજ અને એક તેલ ટેંકર વચ્ચે ભયાનક દુર્ઘટના અંગે ભવિષ્યવાણી કરી હતી તેમની ભવિષ્યવાણીના સાત દિવસ બાદ જ 11 માર્ચે ઉત્તરી સાગરમાં એક મોટી સમુદ્રી દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં માલવાહક જહાજ એમવી સોલોન્ગ અને એમવી સ્ટેના ઇમેકુલેટ નામના અમેરિકી તેલ ટેંકર વચ્ચે ભયાનક ટક્કર તઇ. આ ટેંકરમાં 18 હજાર ટન જેટ ફ્યુલ હતું. આ દુર્ઘટનાનો ધુમાડો એટલો ઉંચો ગયો કે અંતરિક્ષમાંથી પણ જોઇ શકાયો હતો.
ADVERTISEMENT
અનેક મોટી દુર્ઘટનાઓ અંગે આપી ચેતવણી
ક્રેગ હેમિલ્ટન પાર્કર ભવિષ્યવાણી કરવા માટે ભારતીય ભવિષ્યવાણી પદ્ધતી નાડી જ્યોતિષનો ઉપયોગ કરે છે. હૈમિલ્ટને અગાઉ અનેક મોટી ઘટનાઓ અંગે ભવિષ્યવાણી કરી હતી, જેમાં કોવિડ 19, મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન, બ્રિટનનું યૂરોપીય સંઘથી અલગ થવા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટનાનો પણ સમાવેશ થાય છે. હેમિલ્ટને હાલમાં જ 4 માર્ચે, જહાજ અને તેલ ટેંકરની દુર્ઘટના અંગે ચેતવણી આપી હતી.
ADVERTISEMENT
કઇ રીતે સમુદ્રી દુર્ઘટના સર્જાઇ
જહાજ અને તેલ ટેંકર વચ્ચે આ દુર્ઘટના તે સમયે થઇ જ્યારે સ્ટેના ઇમૈકુલેટ પોર્ટ ઓફ કિલિંગ હોમમાં જવા માટે તૈયાર હતું. બીજી તરફ એમવી સોલોન્ગ માલવાહક જહાજે અમેરિકી તેલ ટેંકરને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ભયાનક બ્લાસ્ટ થયો. આ દુર્ઘટનામાં માલવાહક જહાજના 13 લોકોને બચાવી લેવાયા અને એકનું મોત થઇ ગયું. જ્યારે તેલ ટેંકરમાં રહેલા તમામ 13 લોકોને સુરક્ષીત રેસક્યું કરી લેવાયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી પણ સાચી ઠરી
ક્રેગ હૈમિલ્ટન પાર્કરની પોપ્યુલેરિટી તે સમયે વધી જ્યારે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયન ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા તરફ ઇશારો કર્યો. જુલાઇ 2024 માં તેમણે પોતાની એક ભવિષ્યવાણી અંગે ચેતવણી આપતા કહ્યું કે, તેમને હંમેશાથી લાગતું રહ્યું કે, ટ્રમ્પ પર એક દિવસ જરૂર હુમલો થશે, જાણીને ચોંકી જશો કે પાર્કરની ભવિષ્યવાણીના એક દિવસ બાદ રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન એક જનસભા દરમિયાન ગોળીબાર થયો.
ભારત સાથે છે ખાસ કનેક્શન
ભવિષ્યવક્ત હૈમિલ્ટન ભારત સાથે ખાસ સંબંધ છે. તેઓએ પોતાના જીવનના 20 માં દશકમાં ભારતમાં આવ્યા અને અહીં તેમણે નાડી જ્યોતિષ અને અન્ય પ્રાચીન ભારતીય ભવિષ્યવાણીની કળાનો અભ્યાસ કર્યો. તેઓ ભારતીય જ્યોતિષિઓથી પ્રેરિત થઇને આ લાઇનમાં આવ્યા હતા. ક્રેક હૈમિલ્ટન પાર્કરની તુલના પોપ્યુલર ફ્રાંસીસી ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ સાથે થાય છે. નાસ્ત્રેદમસે કોવિડ 19 અને એડોલ્ફ હિલટરના ઉદય ઉપરાંત 9/11 હુમલા અંગે પણ સટીક ભવિષ્યવાણી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.