બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / New launches original pc version of PUBG Lite will be launched in india on 4th july

PUBG Lite / હવે હિંદીમાં પણ રમી શકશો PUBG Lite, આ વિશેષતાઓ સાથે ભારતમાં થશે લોન્ચ

vtvAdmin

Last Updated: 03:45 PM, 4 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 જુલાઇનાં રોજ આજનાં દિવસથી ભારતમાં પબજીનું લાઇટ વર્ઝન લોન્ચ થઇ રહ્યું છે. PUBG Lite ભારતમાં PC માટે ગેમનું ફ્રી વર્ઝન છે. જો, આ ગેમનું મોબાઇલ વર્ઝન સ્માર્ટફોન પર ફ્રીમાં રમવા માટે ઉપલબ્ધ છે. આ ગેમ Google Play Store અને Apple App Store દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. PUBG Lite હોંગકોંગ, બ્રાઝીલ, તાઇવાન, બાંગ્લાદેશ જેવાં કેટલાંક દેશોમાં પહેલેથી જ ઉપલબ્ધ હતી અને હવે આ ગેમ ભારતમાં પણ ઉપલબ્ધ થવા જઇ રહી છે.

PUBG Lite

ન્યૂ દિલ્હીઃ 4 જુલાઇનાં રોજ આજનાં દિવસથી ભારત (India) માં પબજીનું લાઇટ (PUBG Lite) વર્ઝન લોન્ચ (Launch) થઇ રહ્યું છે. કંપનીએ આનાં બીટા વર્ઝન માટે ગયા સપ્તાહે રજિસ્ટ્રેશન શરૂ કર્યુ હતું. રિપોર્ટ અનુસાર, ભારત સિવાય આને નેપાળ, ભૂટાન, અફઘાનિસ્તાન, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ લોન્ચ કરી શકાય છે. ભારતીય ગેમર્સ આજથી PUBG Liteને ખૂબ સરળતાથી એક્સેસ કરી શકશે. તમને જણાવી દઇએ કે, ભારતમાં રમનારાઓની સુવિધા માટે આમાં હિંદી ભાષાને શામેલ કરવામાં આવેલ છે.

PUBG Lite ભારતમાં PC માટે ગેમનું ફ્રી વર્ઝન છે. જો, આ ગેમનું મોબાઇલ વર્ઝન સ્માર્ટફોન પર ફ્રીમાં રમવા માટે ઉપલબ્ધ છે. આ ગેમ Google Play Store અને Apple App Store દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. PUBG Lite હોંગકોંગ, બ્રાઝીલ, તાઇવાન, બાંગ્લાદેશ જેવાં કેટલાંક દેશોમાં પહેલેથી જ ઉપલબ્ધ હતી અને હવે આ ગેમ ભારતમાં પણ ઉપલબ્ધ થવા જઇ રહી છે.

PUBG Lite

PUBG એ પોતાનાં ઓફિશીયલ ફેસબુક પેજ દ્વારા આ સૂચના આપી હતી કે ગેમનું લાઇટ વર્ઝન ભારત આવી રહ્યું છે. ભારત સિવાય. PUBG Lite હાલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ આવશે. ગેમનાં વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ કેએ જણાવ્યું હતું કે, અમને પૂરી દુનિયાનાં યૂઝર્સ માટે PUBG Lite વર્ઝન રજૂ કરવાની ખુશી છે. સાઉથ એશિયામાં આ ગેમનાં અનેક પ્લેયર્સ છે જેથી અમે આ એરિયા પર ફોકસ કર્યુ.

આ ગેમને PC પર ચલાવવા માટે Core i3, 2.4GHz પ્રોસેસરની સાથે સાથે 4GB રેમ અને 4GB સ્ટોરેજ જોઇએ. PCમાં ઇન્ટેલ HD ગ્રાફિક્સ 4000 હોવા જોઇએ. જો કે, AMD Radeon HD7870 અથવા Nvidia GeForce GTX 660 હોવાં પર ગેમિંગમાં સ્મૂથ પરફોર્મન્સ મળશે. ફુલ લોડેડ વર્ઝનથી અલગ આ ગેમ રમવા માટે ફ્રી રહેશે. PUBG Liteનું પહેલુ બીટા થાઇલેન્ડ, બ્રાઝીલ અને ટર્કીમાં આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. PUBG Liteનું મોબાઇલ વર્ઝન પણ છે પરંતુ ભારતમાં આની આવવાની તારીખ પણ હજી કન્ફર્મ નથી કરવામાં આવી.

સંકળાયેલા મુદ્દાઓ

India Launch PUBG Lite PUBG Lite version Technology game પબજી લાઇટ વર્ઝન ભારત લોન્ચ PUBG Lite
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ