બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ માટે નવો ફંડ શરૂ, BLSથી આવી રીતે મળશે વધારે ફાયદો

ફાયદાની વાત / નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ માટે નવો ફંડ શરૂ, BLSથી આવી રીતે મળશે વધારે ફાયદો

Last Updated: 10:38 AM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંતુલિત જીવન ચક્ર નિધિના માધ્યમથી NPS સભ્યો હવે 45 વર્ષની ઉંમર સુધીના કુલ યોગદાનના 50% ઇક્વિટીમાં ઈન્વેસ્ટ કરી શકશે. આમ તેમણે સુરક્ષિત રીતે વધારે નફો મેળવવાની તક મળશે.

પેન્શન ફંડ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણે NPS સભ્યો માટે નવું ઇન્વેસ્ટ ફંડ શરૂ કર્યું છે. આને સંતુલિત જીવન ચક્ર નિધિ (BLS) નામ આપવામાં આવ્યું છે. આના માધ્યમથી NPS સભ્યો હવે 45 વર્ષની ઉમર સુધીના કુલ યોગડાંના  50% ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી શકશે. આમ તેમણે સુરક્ષિત રીતે વધારે નફો મેળવવાની તક મળશે.

Pension-1

તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા PFRDAના સરકુલર અનુસાર આ ઇન્વેસ્ટ ફંડને ખાસ કરીને નિજી ક્ષેત્રના ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. આમાં તેમણે સંતુલિત ઇન્વેસ્ટના ઘણા વિકલ્પ મળશે. આ ફંડમાં કંપનીના માધ્યમે કોર્પોરેટ NPS ખાતા ખોલાવતા કર્મચારીઓ અને વ્યક્તિગત ખાતું ખોલાવતા સામાન્ય નાગરિકોને ઇન્વેસ્ટ માટે તક મળશે.  

શું છે હાલની સ્થિતિ

આ સમયે ઇક્વિટી, સરકારી પ્રતિભૂતિ, કોર્પોરેટ બોન્ડ અને અન્ય વૈકલ્પિક ફંડમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. સભ્યોએ ઓટો ચોઈસ ફંડ હેઠળ LC-50 વિકલ્પમાં 35 વર્ષની ઉંમર સુધી ઇક્વિટીમાં 50% સુધી ઈન્વેસ્ટ કરવાની પરવાનગી આપે છે. નવા BLC ફંડમાં હવે 45 વર્ષની ઉંમર સુધી ઇક્વિટીમાં વધુ રોકાણ કરી શકશે.  

કન્ઝર્વેટિવ ફંડ (LC-25)

25 ઇક્વિટીમાં ફાળવણી

મૉડરેટ ફંડ (LC-50)

PROMOTIONAL 8

ઈક્વિટીમાં 50 ફાળવણી

એગ્રેસીવ ફંડ (LC-75)

75 ઇક્વિટીમાં ફાળવણી

સંતુલિત ફંડ - 45 વર્ષની વય સુધી ઇક્વિટીમાં 50% ફાળવણી

ઇક્વિટી ચોઇસ ફંડ

આ ફંડમાં ઇન્વેસ્ટર 50 વર્ષની ઉમર સુધી પોતાના યોગદાનનો વધૂમવધુ 75% ભાગ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી શકે છે. બાકીના 25% સરકારી પ્રતિબહુતી, કોર્પોરેટ બોન્ડ અને વૈકલ્પિક ઇન્વેસ્ટ ફંડમાં વાપરી શકે છે. આ પછી, 60 વર્ષની ઉંમરે, ઇક્વિટી ફાળવણી 50 પર રહે છે.

ઓટો ચોઈસ વિકપલ

આ વિકલ્પને જીવન ચક્ર નિધિ પણ માનવમાં આવે છે. આમાં ઇન્વેસ્ટરને ત્રણ વિકલ્પ મળે છે, જેમાંથી 35 વર્ષની ઉમર સુધી જોખમના આધારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થાય છે. આમાં એક નવો ચોથો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે.  

વધુ વાંચો : 5 વર્ષમાં 8200 ટકા ચઢી ગયો આ કંપનીનો શેર, રોકાણકારો પર પૈસાનો વરસાદ

સરકારી કર્મચારી પણ લાભ મેળવી શકશે

સંકલિત પેન્શન યોજના હેઠળ જોખમ ઉઠાવતા સરકારી કર્મચારીઓ પણ તેનો લાભ લઈ શકાય છે જે છેલ્લા 12 મહિનાની સેવાના સરેરાશ પગારના 50% ના દરે ગેરંટીકૃત પેન્શન વિના વધુ વળતર મેળવવા માંગે છે. ડિફોલ્ટ રોકાણ પસંદ કરનારા ગ્રાહકોને ગેરંટી પેન્શન મળશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

new investment fund NPS new fund BLS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ