Women's Day Special / દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા કચ્છના નાનકડા ગામની મહિલા સરપંચે કર્યું અનોખું કામ

new initiative by lady sarpanch of kutch : roads are named after the brilliant daughters

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કચ્છના નાનકડા ગામ કુકમાનાં મહિલા સરપંચે નવતર પહેલરૃપે ગામના રસ્તાઓને વિદ્યાર્થિનીઓનાં નામ આપ્યાં. સરકાર 'બેટી બચાવો, બેટી પઢાવો'ના કાર્યક્રમો કરે છે, પરંતુ પરિણામ બહુ ઉત્સાહજનક હોતું નથી. તેવામાં કચ્છના એક નાનકડા ગામ, કુકમાનાં મહિલા સરપંચે ભણેલી દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે નવતર પહેલ કરી છે. તેમણે ગામના રસ્તા, શેરીઓને સૌથી વધુ ભણેલી દીકરીઓનાં નામ આપ્યાં છે. આનાથી દીકરીઓને વધુ ભણવાનું પ્રોત્સાહન તો મળે જ છે, સાથે સાથે વાલીઓ પણ પોતાની દીકરીઓને આગળ ભણાવવા હોંશથી તૈયાર થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ