બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2025-26 / સંસદમાં આગામી સપ્તાહમાં રજૂ કરાશે ન્યૂ ઇન્કમટેક્સ બિલ, આજે મળી શકે છે કેબિનેટની મંજૂરી
Last Updated: 08:57 AM, 7 February 2025
New Income Tax Bill: નાણા સચિવે જણાવ્યું હતું કે હાલ પ્રવર્તમાન આવકવેરા કાયદો 6 દાયકા જૂનો છે અને વર્ષ 1961 ના આ આવકવેરા બિલને બદલવા માટે નવું આવકવેરા બિલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે નવા આવકવેરા બિલમાં કોઈ નવો કર કે કોઈપણ પ્રકારનો નવો બોજ લાદવામાં આવશે નહીં. આ બિલમાં બજેટ 2025-26માં આવકવેરા દરો, સ્લેબ અને સ્રોત પર કર કપાત (TDS) જોગવાઈઓમાં કરવામાં આવેલા ફેરફારોનો પણ સમાવેશ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે નીતિમાં કોઈ મોટા ફેરફાર કરી રહ્યા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા આવકવેરા કાયદા બિલ દ્વારા ટેક્સેશન સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવી શકાશે. તેનાથી આવકવેરા કાયદાની ભાષા સરળ થશે અને ટેક્સ ભરવાનું પણ સરળ થશે. 1961થી અમલી આવકવેરા કાયદો માં ફેરફારની તૈયારી છે.
ADVERTISEMENT
આજે મળી શકે છે બિલને મંજૂરી
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ સંસદમાં આજે એટલે કે શુક્રવાર 7 ફેબ્રુઆરીએ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી કેબિનેટ બેઠકમાં નવા આવકવેરા બિલને મંજૂરી મળવાની સંભાવના છે અને સાથે એવું પણ મનાઈ રહ્યું છે કે આ બિલને સરકાર 10 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરશે. તો સાથે એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો આ બિલને મંજૂરી મળી ગઈ તો આવનાર નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી નવી ટેક્સ સિસ્ટમ લાગૂ થવાની શક્યતા છે.
નવા આવકવેરામાં શું ફેરફાર થશે ચાલો જાણીએ.
નવો કાયદો સમજવામાં સરળ હશે
પાંડેએ કહ્યું કે નવો કાયદો સરળ હશે. તેમાં લાંબા વાક્યો, જોગવાઈઓ અને સમજૂતીઓ હશે નહીં. તેમણે કહ્યું કે કાયદા ફક્ત કાનૂની વ્યાવસાયિકો માટે જ નથી. કરદાતાઓને કાયદાની ભાષા સમજવામાં મદદ મળે તે માટે તેને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા કાયદાને સંક્ષિપ્ત બનાવવામાં આવ્યો છે, જૂની જોગવાઈઓ દૂર કરવામાં આવી છે અને તેને ઓછો બોજારૂપ બનાવવામાં આવ્યો છે.
વધુ વાંચો: આજે RBI ઘટાડી શકે છે રેપો રેટ, શું લોન ધારકોને મળશે રાહત?
બિનજરૂરી જોગવાઈઓ દૂર કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે લોકસભામાં રજૂ કરાયેલા બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા આવકવેરા બિલની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે તૈયાર કરેલું બિલ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હશે. આનાથી દેશમાં આવકવેરા સંબંધિત પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વ્યક્તિગત આવકવેરા ભરનારાઓથી લઈને કોર્પોરેટ ક્ષેત્ર સુધી, દરેકને નવા કાયદામાં બિનજરૂરી જોગવાઈઓથી મુક્તિ મળશે. આનો અર્થ એ થયો કે નાના કેસોમાં નોટિસ જારી કરવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.