બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સસ્પેન્સ ખુલ્યું! રેખા ગુપ્તા બન્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપે વધુ એક વાર ચોંકાવ્યાં

'રાજ'ના સુકાની / સસ્પેન્સ ખુલ્યું! રેખા ગુપ્તા બન્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપે વધુ એક વાર ચોંકાવ્યાં

Last Updated: 08:48 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી જાહેર કર્યાં છે, બીજા રાજ્યોની જેમ દિલ્હીમાં પણ ભાજપે સીએમ તરીકે નવો ચહેરો મૂકીને ચોંકાવ્યાં છે.

આખરે દિલ્હી સીએમનું સસ્પેન્સ ખુલી ગયું છે. ચૂંટણી પરિણામ જાહેર થયાંના 11 દિવસ બાદ ભાજપે દિલ્હીના સીએમ તરીકે સંઘ નજીકના અને દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ તથા વૈશ્ય સમાજના નેતા રેખા ગુપ્તાની પસંદગી કરી છે. સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં નેતા તરીકે રેખા ગુપ્તાના નામના પ્રસ્તાવને સર્વસંમતિથી વધાવી લેવાયો હતો. રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય પદે ચૂંટાયાં છે.

કાલે 12.35 વાગ્યે લેશે શપથ

નવા સીએમ અને તેમની ટીમ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લેશે.

શપથ ગ્રહણનો આખો કાર્યક્રમ જાહેર

નવા સીએમના શપથ ગ્રહણ આવતીકાલે યોજાશે. શપથ ગ્રહણ સમારોહના મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ પણ જાહેર કરાયો છે જે અનુસાર, બધા મહેમાનો 12 વાગ્યા સુધીમાં પહોંચી જશે. આ પછી, જે વ્યક્તિને ધારાસભ્ય પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યો છે તે બપોરે 12:10 વાગ્યે પહોંચશે. તેમની સાથે, જેમને મંત્રી બનાવવાના છે તેઓ પણ ત્યાં પહોંચશે. આનાથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર મંત્રી પરિષદ શપથ લેશે. એટલે કે માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ સમગ્ર મંત્રીમંડળ શપથ લેશે. LG 12:15 વાગ્યે રામલીલા મેદાન પહોંચશે. તેમના પછી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ 12:20 વાગ્યે પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12:25 વાગ્યે શપથ ગ્રહણ સમારોહમાં પહોંચશે. બપોરે 12.35 વાગ્યે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવવાનું શરૂ કરશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે.

કોણ છે રેખા ગુપ્તા

રેખા ગુપ્તા હાલમાં દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ અને મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે, તેઓ દિલ્હીના વૈશ્ય સમાજમાંથી આવે છે. દિલ્હીમાં વૈશ્ય સમાજની મજબૂત વોંટબેન્ક છે.

5 પ્લસ પોઈન્ટથી બન્યાં ભાજપની પહેલી પસંદ

(1) આરએસએસે રેખા ગુપ્તાને સીએમ બનાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ભાજપે સ્વીકારી લીધો, તેઓ સંઘના જુના કાર્યકર છે, સંઘની નજીક હોવું એ તેમનો પહેલો પ્લસ પોઈન્ટ છે.

(2) રેખા ગુપ્તા વૈશ્ય સમાજના છે અને દિલ્હીમાં વૈશ્ય સમાજની ઘણી વસતી છે્, તેથી ભાજપે સમાજને સાધવાની કોશિશ કરી છે.

(3) રેખા ગુપ્તાને દક્ષિણ દિલ્હીનો ઘણો અનુભવ છે તેઓ દિલ્હીના મેયર રહી ચૂક્યાં છે અને હાલમાં દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ અને મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે.

(4) હાલમાં ભાજપ શાસિત રાજ્યોના કોઈ મહિલા સીએમ નથી, તેથી દિલ્હીમાં પહેલા મહિલા સીએમ બનાવાયાં છે.

(5) રેખા ગુપ્તા પીએમ મોદી અને અમિત શાહની ગુડ બુકમાં છે. પીએમ મોદી અને શાહે એવા નેતાને ગાદી સોંપી છે કે જેઓ બૂથ લેવલેથી આવ્યા હોય.

દિલ્હીમાં ભાજપને મળી 48 બેઠકો

દિલ્હી વિધાનસભાની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ભાજપને 48 તો આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi new CM Delhi CM News Delhi CM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ