ભારતમાં હવે ટૂંક સમયમાં DRDOની નવી કોવિડ-19ની દવા બજારમાં મળશે. આ દવા ઓક્સિજનની ઉણપ વાળા દર્દીઓ માટે ફાયદારાકર રહેશે. સાથેજ કેન્સરના દર્દીઓ માટે આ દવા ઘણી ફાયદાકારક છે.
ઓક્સિજનની ઉણપ વાળા દર્દી હવે જલ્દી સાજા થશે
થોડાક દિવસામાં 2DG દવા માર્કેટમાં મળી રહેશે
દવાનો ફેઝ-3 ટ્રાયલ પણ પૂરો
કોરોનાના વધી રહેલા ભય વચ્ચે ડૉ રેડ્ડીડ લેબોરેટ્રીજએ કોરોનાની દવા 2DGને કોમર્શિયલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા પણ આ મામલે જણાવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આ દવા લોકોને બજારમાં મળી શકશે. આપને જણાવી દઈએ કે 2DG દવા ડીઆરડીઓની પ્રયોગશાળા અને અનુષંગિક વિજ્ઞાન સંસ્થાને ડૉ. લેબોરેટરીજ સાથે મળીને તૈયાર કરી છે.
ગંભીર લક્ષણો વાળા દર્દીઓ સામે પણ કારગર
આ દવાનું ક્લિનીકલ ટ્રાયલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર કરવામાં આવ્યું ત્યારે દવા કારગર સાબિત થઈ. દવાના ઉપયોગથી દર્દીઓ ઝડપથી રિકવર થાય છે. સાથેજ ઓક્સિજનની કમી વાળા દર્દીઓ પર આ દવા ખાસ અસર કરે છે. આ દવા ગંભીર લક્ષણો વાળા દર્દીઓ ઉપર પણ કારગર સાબિત થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક
ખાસ આ વાત તો એ છે કે આ દવા ઓક્સિજનનો અભાવ હોય તેવા દર્દીઓ માટે પણ સારી છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે ઘણા દર્દીઓના મોત થયા હતા. પરંતુ હવે આ દવાના ઉપયોગથી લોકોને જલ્દી રિકવર કરી શકાશે. આ દવા ગ્લૂકોઝમાંથી બને છે. જેથી કેન્સરના દર્દીઓ માટે પણ આ દવા કારગર સાબિત થશે.
ઝડપ રિકવરી આવશે
આ દવાના ઉપયોગથી કોશિકાઓમાં ગ્લૂકોઝ પણ ઝડપથી વધે છે. આજ કારણોસરક કોરોનાની અસર શરીરમાં ઝડપથી ઓછી થાય છે. એક સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે આ દવા એજ કોશિકાઓને ટાર્ગેટ કરે છે જે કોશિકાઓમાં વાયરસ હોય છે. જેના કારણે દર્દીના શરીરમાં ઝડપથી રિકવરી આવતી જોવા મળે છે.
ફેઝ-3નો ટ્રાયલ પણ પૂરો
ઉલ્લેખનીય છે કે કેન્સરના 200 કરતા વધારે દર્દીઓ પર પણ આ દવા કારગર સાબિત થઇ છે. 2DGનું પ્રી-ક્લિનિકલ ટ્રાયલ એપ્રિલ 2020માં થયું હતું. ત્યારબાદ મે થી ઓક્ટોમ્બર 2020માં 110 જેટલા કોરોના દર્દીઓ પર તેનું ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2021માં 220 દર્દીઓ પર ફેઝ-3નું ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું. અને ક્લિનીકલ ટ્રાયલની આ કામગીરી DRDO અને રેડ્ડીજ લેબે સાથે મળીને કરી હતી.