બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ બળતામાં ઘી હોમ્યું! ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને હવે નવો વિવાદ
Last Updated: 11:19 PM, 10 December 2024
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઈને નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર ક્યારે આવશે નિર્ણય અને પાકિસ્તાન અને ભારત વચ્ચે શું સહમતિ થશે ? હવે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી રાશિદ લતીફે એવું નિવેદન આપ્યું છે, જે નવા વિવાદનું કારણ બની શકે છે. તેમનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના પક્ષમાં વધુ કંઈ કહે તે પહેલા પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવાનો વિચાર કરવો જોઈએ. રાશિદ લતીફનું માનવું છે કે આવો નિર્ણય લેવાથી ક્રિકેટ જગતમાં ખેલદિલી અને સમાનતાનો સંદેશ જશે.
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ તણાવ છે. જ્યારે આ નિવેદન ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદમાં એંધાણ ઉમેરી રહ્યું છે. ઈવેન્ટ મેન રાશિદ લતીફે કહ્યું, પાકિસ્તાને હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવા વિશે વિચારવું જોઈએ. બીસીસીઆઈ કોઈ નિર્ણય લે તે પહેલા પાકિસ્તાને આ કરવું જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ન કરવું જોઈએ.
ADVERTISEMENT
રાશિદ લતીફે એમ પણ કહ્યું કે પાકિસ્તાનને હંમેશા બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. તેણે કહ્યું, અમને હંમેશા બલિનો બકરો બનાવવામાં આવ્યો છે, પછી ભલે તે ક્રિકેટ હોય કે અફઘાન યુદ્ધ. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ICC બધા સમાન છે કારણ કે તેમાંથી કોઈ પણ BCCIની વિરુદ્ધ જવા માટે તૈયાર નથી. હવે તેમની પાસે પાકિસ્તાનને આગળ ધકેલવાની શક્તિ છે. દબાણ કરવાની તક છે, અમે સાથે આવ્યા છીએ અને અમારી લડાઈ લડી રહ્યા છીએ, અહીં સૌથી મોટો ડર એ છે કે જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે તો આવી સ્થિતિમાં આપણે ક્યાં ઊભા રહીશું.
વધુ વાંચો : એડિલેડ ટેસ્ટમાં રોહિત શર્મા આ ખેલાડી પર બરાબરનો ભડક્યો, સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ઘટના
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાઇબ્રિડ મોડલ અપનાવવા માટે સંમતિ દર્શાવી હતી, પરંતુ તેણે આગામી 3 વર્ષ સુધી ભારતમાં યોજાનારી ICC ઈવેન્ટ્સમાં હાઈબ્રિડ મોડલને લાગુ કરવાની શરત પણ મૂકી હતી. દુર્ભાગ્યવશ, તે પછી ICCએ ઘણી બેઠકો સ્થગિત કરી દીધી છે, પરંતુ હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT