બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / new controversy has erupted over the refusal of a Sikh student to wear a turban

નવો વિવાદ / બેગલુરુમાં સીખ વિદ્યાર્થીનીને કોલેજમાં પાઘડી કાઢવા કહેવામાં આવ્યું, પિતાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી

Ronak

Last Updated: 12:44 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં હિજાબ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વધુમાં બેંગલુરુમાં હવે એક સિખ વિદ્યાર્થીનીને કોલેજમાં પાઘડી પહેરવાની ના પાડવામાં આવી જેથી એક નવો વિવાદ ઉભો થયો છે.

  • હિજાબ વિવાદની વધુ એક અસર બેગલુરુમાં જોવા મળી 
  • શિખ વિદ્યાર્થીનીને પાઘડી કાઢવા માટે કહેવામાં આવ્યું 
  • વિદ્યાર્થનીના પિતાએ પાઘડી કાઢવાની સ્પષ્ટ ના પાડી 

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે હવે એક નવો મામલો સામે આવ્યો છે. બેગલુરુમાં એક શીખ સમુદાયની 17 વર્ષીય અમૃતધારી વિદ્યાર્થીનીને પઘડી હટાવા માટે કહેવામાં આવ્યું છે. હિજાબ વિવાદ વચ્ચે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યા સુધી આદેશ ન મળે ત્યા સુધી વિદ્યાર્થીઓ કેસરિયા શૉલ, હિજાબ અને ધાર્મિક ઝંડાઓને ન પહેરે. શિખ વિદ્યાર્થીનીના પરિવારનું કહેવું છે કે કર્ણાટક સરકાર અને હાઈકોર્ટે આ મામલે સફાઈ આપવી જોઈએ અને નિર્દેશ જાહેર કરવા જોઈએ. 

વિદ્યાર્થીનીએ પાઘડી કાઢવા ના પાડી 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ અનુસાર બેંગલોરની માઉંટ કાર્મલ પીયૂ કોલેજની વિદ્યાર્થીનીને વિનમ્રતાથી પઘડી ઉતારવા 16 ફેબ્રુઆરીએ કહ્યું હતું. પરંતુ તેણે ના પાડી દિધી. બાદમાં કોલેજે તેના પિતા સાથે વાત કરી કે અમે શીખ માટે પઘડીનું મહત્વ સમજીએ છે કે પરંતુ હાઈકોર્ટના આદેશને કારણે અમે બંધાયેલા છે. 

છોકરીઓએ કહી હતી માગ 

કોલજના પ્રવક્તાનું કહેવું છે કે તેમને આ મુદ્દે કોઈ સમસ્યા નથી. પરંતુ 16 ફેબ્રુઆરીએ કોલેજ ખુલી ત્યારે અમે વિદ્યાર્થીઓને કોર્ટનો આદેશ જણાવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે છોકરીઓ હવે માગ કરી રહી છે કે જો કોઈ છોકરીને ધાર્મિક ચિન્હ પહેરવાની અનુમતી નથી મળતી તો પછી સિખ છોકરીને પણ પાઘડી પહેરવાની અનુમતી ન મળવી જોઈએ. 

હાઈકોર્ટના આદેશનું પાલન કરવાની સલાહ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ઉપ નિર્દેશક જી શ્રીરામ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે હાઈકોર્ટના આદેશમાં પગડી મુદ્દે કશું કહેવામાં નથી આવ્યું. આપણે વધારે મુદ્દાઓ ન ઉઠાવા જોઈએ આપણે માત્ર હાઈકોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ. આ મામલે જ્યારે તેમણે પ્રિન્સિપાલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે છોકરીઓ હવે માની ગઈ અને કોલેજમાં હવે કોઈ સમસ્યા નથી 

સંકળાયેલા મુદ્દાઓ

Banglore Hijab controversy Karanataka new controvercy કર્ણાટક નવો વિવાદ બેંગલોર હિજાબ વિવાદ Hijab controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ