બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:45 PM, 21 January 2025
Cyber Fraud : ફોન મળ્યા પછી સૂચના મુજબ વ્યક્તિએ પોતાના બેંક ખાતાઓને નવા સિમ સાથે લિંક કર્યા. આ પછી તેને મેસેજસ મળવાનું બંધ થઈ ગયું. જ્યારે તે બેંક ગયો ત્યારે તેને ખબર પડી કે તેના ખાતામાંથી લગભગ 2 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
ADVERTISEMENT
સાયબર છેતરપિંડી કરનારાઓ હવે નવી નવી તરકીબનો ઉપયોગ કરી રહ્યા છે જેના દ્વારા તેઓ સરળતાથી લોકોને છેતરી રહ્યા છે. લોકો ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, માલવેર હુમલા અને અન્ય તરકીબો દ્વારા ભોગ બને છે. બેંગલુરુથી પણ સાયબર છેતરપિંડીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ગુનેગારોએ નવી તરકીબ અપનાવી અને એક વ્યક્તિને મફત મોબાઇલ ફોન આપ્યો. આ ફોનમાં સિમ કાર્ડ નાખીને તેને એક્ટિવેટ કરતાની સાથે જ તેના બેંક ખાતામાંથી અચાનક લગભગ 3 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે.
ADVERTISEMENT
સાયબર ગુનેગારોએ એક વ્યક્તિને મોબાઇલ ફોન ભેટમાં આપ્યો જેમાં સ્પાઇ સોફ્ટવેર પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલું હતું. જેવી વ્યક્તિએ ફોનમાં સિમ કાર્ડ નાખ્યું અને તેને એક્ટિવેટ કર્યું કે તરત જ ફોનની બધી ગતિવિધિઓ સાયબર ગુનેગારોને મોકલવા મળવા લાગી હતી.
આ છેતરપિંડી એક કોલથી શરૂ થઈ હતી જેમાં ગઠીયાએ દાવો કર્યો હતો કે તે આંતરરાષ્ટ્રીય બેંકનું ક્રેડિટ કાર્ડ આપી શકે છે જેના દ્વારા કરોડો રૂપિયાની લોન સરળ વ્યાજ દરે મેળવી શકાય છે. તે વ્યક્તિ સંમત થયો અને તેને નવું સિમ કાર્ડ ખરીદવાનું કહેવામાં આવ્યું. આ પછી તેને કહેવામાં આવ્યું કે તેણે સિમ અને ક્રેડિટ કાર્ડના લકી ડ્રોમાં એક મોબાઇલ ફોન જીત્યો છે, જે તેને થોડા દિવસોમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ વટ છે બાકી! ભિખારીએ 140000 રોકડા આપીને ખરીદ્યો iPhone 16 Pro Max, જુઓ વાયરલ વીડિયો
ફોન મળ્યા પછી વ્યક્તિએ સૂચનાઓ અનુસાર પોતાના બેંક ખાતાઓને નવા સિમ સાથે લિંક કર્યા. આ પછી તેને મેસેજ મળવાનું બંધ થઈ ગયું. જ્યારે તે બેંક ગયો ત્યારે તેને ખબર પડી કે તેના ખાતામાંથી લગભગ 2 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
પોલીસ કમિશનર બી દયાનંદે મીડિયાને જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ ન થઈ હોવાથી હાલ વધુ માહિતી આપી શકાય નહીં. હકીકતમાં આ ફોન ક્લોન કરવામાં આવ્યો હતો અને કોલ અને મેસેજની કોપી સાયબર ગુનેગારો સુધી પહોંચી રહી હતી, જેની મદદથી તેઓએ સરળતાથી લગભગ 3 કરોડ રૂપિયા ઉઠાવી લીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.