new cases corona are increasing daily country 29 more today yesterday
મહામારી /
કોરોના અટેક: રોકેટગતિએ દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, એક દિવસમાં જ 23 લોકોના મોત
Team VTV10:14 AM, 18 Jun 22
| Updated: 10:14 AM, 18 Jun 22
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કોવિડ કેસ નોંધાયા છે.
દેશમાં દરરોજ વધી રહ્યા છે કોરોનાના કેસો
કાલ કરતા આજે કોરોનાના કેસો વધ્યા
મોતનો આંકડો પણ વધ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કોવિડ કેસ નોંધાયા છે. જે કાલની સરખામણીમાં 2.9 ટકા વધારે છે. તેની સાથે જ દેશમાં કુલ કેસલોડ 4,32,793 સુધી પહોંચી ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં આ મહામારીથી દેશભરમાં 23 લોકોના મોત પણ થયા છે. જેનાથી દેશમાં મરનારા લોકોની સંખ્યા હવે 5,24, 840 થઈ ગઈ છે. ટોચના પાંચ રાજ્યોમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 4165 કેસ, કેરલમાં 3162 કેસ, દિલ્હીમાં 1797 કેસ, હરિયાણામાં 689 કેસ અને કર્ણાટકમાં 634 કેસ નોંધાયા છે.
#COVID19 | India reports 13,216 new cases, 8,148 recoveries and 23 deaths in the last 24 hours.
આ પાંચેય રાજ્યોમાં કુલ 79.05 ટકા કેસો આવ્યા છે. જેમાં એકલા મહારાષ્ટ્રમાં જ નવા 31.51 ટકા કેસો આવ્યા છે. ભારતનો રિકવરી રેટ હવે 98.63 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8148 કેસો આવ્યા છે. જે દેશભરમાં કુલ રિકવરી રેટ 4,26,90,845 સુધી લાવે છે.
ભારતમાં એક્ટિવ કેસ લોડ 68,108 છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 5045નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,19,903 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14,99,824 ડોઝ આપવામાં આવ્યા છે. જે 1,96,00,42,768 ટકા ડોઝની ટેલી થઈ છે.