બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / New arrivals! Captain can be taken in Indian T-20 team, a big decision, see whose names are in discussion?

ક્રિકેટજગત / નવાજૂનીના એંધાણ! ભારતીય T-20 ટીમમાં કેપ્ટસીને લઇ લેવાઇ શકે છે મોટો નિર્ણય, જુઓ કોના-કોના નામ ચર્ચામાં?

Megha

Last Updated: 09:35 AM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત કેપ્ટન તરીકે માત્ર એક જ T20 વર્લ્ડ કપ રમ્યો હતો પણ મુંબઈ ઈન્ડિયન્સની જેમ તે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપમાં ચેમ્પિયન ન બનાવી શક્યો.

  • હાલ રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે
  • હાર્દિક પંડ્યાને T20 ટીમનો નવો કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી
  • ગૌતમ ગંભીરે પૃથ્વી શૉનું નામ સૂચવ્યું હતું
  • શ્રેયસ અય્યર-સૂર્યકુમાર યાદવ પણ છે દાવેદાર 

વર્લ્ડ કપમાં હાર મળ્યા પછી ભારતીય T20 ક્રિકેટ ટીમમાં બદલવા થવાની અપેક્ષા છે. હાલ સ્ટાર ખેલાડી રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે પણ પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે તેમના સ્થાને અન્ય ખેલાડીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે રોહિત કેપ્ટન તરીકે માત્ર એક જ T20 વર્લ્ડ કપ રમ્યો હતો પણ મુંબઈ ઈન્ડિયન્સની જેમ તે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપમાં ચેમ્પિયન ન બનાવી શક્યો. જો કે તેની કેપ્ટનશીપમાં ભારતના T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ શાનદાર છે પણ હાલ હાર્દિક પંડ્યાને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જો કે હાર્દિક પણ આ દિવસોમાં વિસ્ફોટક ફોર્મમાં ચાલી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ તેના કેપ્ટનશીપની ડેબ્યૂ સિઝનમાં જ પોતાની ટીમ ગુજરાત ટાઇટન્સને IPLનું ટાઇટલ અપાવ્યું છે. હાલ હાર્દિક પંડયા માત્ર 29 વર્ષનો છે અને સામે રોહિતની ઉંમર 37થી વધુ થઈ ગઈ હશે. આવનાર ટી20 વર્લ્ડ કપ વર્ષ 2024માં યોજાવાનો છે અને આ સિવાય વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ રોહિતનો ભાર પણ ઘટાડી શકાય છે. ટીમ ઈન્ડિયાની સાથે સાથે રોહિત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ પણ કરે છે. બીજી તરફ હાર્દિક પંડ્યાના કેપ્ટનશિપની વાત કરીએ તો તેને આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને તેમની જ ધરતી પર ટી20 સીરિઝમાં હરાવ્યું હતું અને આવી સ્થિતિમાં હાર્દિકનો દાવો અન્ય ભારતીય ખેલાડીઓ કરતાં વધુ મજબૂત છે.

ગૌતમ ગંભીરે પૃથ્વી શૉનું નામ સૂચવ્યું હતું
જો કે કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાની કપ્તાની હેઠળ બે વખત ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરે પૃથ્વી શૉને કેપ્ટનશિપ આપવાની વાત કરી હતી. પૃથ્વી શૉ જુલાઈ 2021થી ટીમ ઈન્ડિયાની બહાર છે, જણાવી દઈએ કે વર્ષ 2018માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી પૃથ્વી શો ભારત તરફથી પાંચ ટેસ્ટ, છ વનડે અને એક ટી-20 રમી શક્યો છે આ સાથે જ ભારતની અંડર 19ની કેપ્ટનશીપ ઉપરાંત તેણે મુંબઈની ટીમની પણ કેપ્ટનશીપ કરી છે અને IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. આ સાથે જ ગૌતમ ગંભીર માને છે કે શૉ ખૂબ જ આક્રમક અને સફળ કેપ્ટન સાબિત થઈ શકે છે.

શ્રેયસ અય્યર-સૂર્યકુમાર યાદવ પણ છે દાવેદાર 
સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમમાં હજુ પણ વર્ચસ્વ ધરાવે છે, વર્ષ 2021માં જ ડેબ્યુ કર્યા બાદ તેણે દરેક ફોર્મેટમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. જોકે તે અત્યાર સુધી કોઈ ટીમનો કેપ્ટન રહ્યો નથી. બીજી તરફ શ્રેયસ અય્યરની વાત કરીએ તો તેને કેપ્ટનશિપનો અનુભવ છે. અય્યર હાલમાં આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે અને એ પહેલા દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરી હતી અને ત્યારે તે ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

T-20 Series પૃથ્વી શૉ રોહિત શર્મા શ્રેયસ અય્યર સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ