સફળતા / આ દેશમાં એન્ટિબોડીનો ઉંદર પર સફળ પ્રયોગ, આ એન્ટિબોડીથી કોરોના પર કાબુ મેળવી શકાશે

new antibodies that prevent covid infection by binding to the spike proteins of the virus

કોરોના વાયરસ પર સંશોધનમાં એ સાબિત થઈ ગયું છે કે એન્ટિબોડીઝ ચેપ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ તે એન્ટિબોડી કોરોનાને રોકવામાં કેવી રીતે અસરકારક હોઈ શકે છે? નેધરલેન્ડ્સના વૈજ્ઞાનિકોએ એક એન્ટિબોડી શોધી કાઢી છે જે કોરોના વાયરસના ચેપને અટકાવે છે. આ 47D11 નામની એન્ટિબોડી કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને બ્લોક કરશે. ઉલ્લેખનીય છે કે આ જ સ્પાઇક પ્રોટીનથી કોષિકાઓને ઝકડીને જ કોરોના શરીરમાં ચેપ ફેલાવે છે. અને પછી તેની પોતાની સંખ્યામાં વધારો કરે છે. આ શોધ નેધરલેન્ડની યુટ્રેચ્ડ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ