બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ચોમાસામાં ફરવા જાવ ત્યારે આ ભૂલ ક્યારેય ન કરો, નહીં તો આવશે પછતાવાનો વારો

ટ્રાવેલ ટિપ્સ / ચોમાસામાં ફરવા જાવ ત્યારે આ ભૂલ ક્યારેય ન કરો, નહીં તો આવશે પછતાવાનો વારો

Last Updated: 09:54 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક પ્રવાસન સ્થળો એવા હોય છે જેની ખૂબસૂરતીમાં ચોમાસામાં ચાર ચાંદ લાગી જતાં હોય છે. જો તમે પણ ચોમાસામાં બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો.

ચોમાસામાં બહાર ફરવા જવાનું મુશ્કેલ બની શકે છે. પરંતુ કેટલાક સ્થળો એવા હોય છે કે, તેની સુંદરતા ચોમાસામાં વધી જતી હોય છે. અનેક પ્રાકૃતિક સ્થળો એવા છે જ્યાં વરસાદના કારણે તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. આથી ચોમાસામાં પણ અનેક લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ ચોમાસામાં બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

ચોમાસાની ઋતુમાં હિલ સ્ટેશન પર ફરવા જવાનું ટાળવું જોઈએ. કેમ કે ત્યાં લેન્ડ સ્લાઇડનો ખતરો રહે છે. રસ્તા પણ બંદ થઈ શકે છે. આ સાથે ચોમાસામાં ટુર પર જવા માટે નીચે જણાવેલી બાબતો પર ધ્યાન આપવું નહીં તો તમારી મઝા ખરાબ થઈ શકે છે.

યોગ્ય સ્થળની પસંદગી કરો

ચોમાસામાં ફરવા જવાનું સ્થળ યોગ્ય રીતે પસંદ કરવું જોઈએ. એવી કોઈ જગ્યાએ ના જવું જોઈએ જ્યાં વરસાદના કારણે રસ્તા બંદ થઇ જતાં હોય. લેન્ડ સ્લાઈડ થતું હોય. કે પછી વરસાદના કારણે તે સ્થળ બંદ કરવામાં આવતું હોય.

જમવાનું સાથે રાખો

ચોમાસામાં વરસાદના કારણે હોટલના કે બીજા કોઈ રૂમમાં પુરાઈ રહેવું પડે કે બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે. આથી જમવાની સમસ્યા પેદા થઈ શકે છે. આ માટે તમારી પાસે કેટલાક નાસ્તા સાથે રાખવા, જો રૂમમાં પુરાઈ રહેવાનો વારો આવે તો ભૂખ લાગવા પર તમે તે નાસ્તો ખાઈ શકો છો.

વોટરપ્રૂફ બેગ

સામાન પેક કરતી વખતે તે વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારી બેગ વોટરપ્રૂફ હોય. જો વરસાદ પડે તો વોટરપ્રૂફ બેગના કારણે સામાન પલળતો નથી.અને સામાન ખરાબ થતાં બચી જાય છે.

વધુ વાંચોઃ ફ્લેટ કે ઘર ખરીદતી વખતે આ ટિપ્સ અપનાવો, પૈસાની બચતની સાથે મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ

કપડાં

ચોમાસામાં બહાર ફરવા જાઓ ત્યારે યોગ્ય કપડાંની પસંદગી કરો. વરસાદના કારણે કપડાં પલળી જાય તો એવા કપડાંની પસંદગી કરો જે જલ્દી સુકાઈ જાય. નહીં તો કપડાં સુકવવાની સમસ્યા તમને પ્રવાસ દરમિયાન પરેશાન કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Waterproof Bag Tour Tips Monsoon Tour,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ