બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ફોન કોલ્સ પર આ ભૂલ ક્યારેય ન કરવી, નહીં તો તમારી સાથે થઇ જશે ફ્રોડ

તમારા કામનું / ફોન કોલ્સ પર આ ભૂલ ક્યારેય ન કરવી, નહીં તો તમારી સાથે થઇ જશે ફ્રોડ

Last Updated: 04:08 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Syber Crime: દરેક સારી બાબત સાથે નકારાત્મક બાબત પણ સાથે આવે છે. જેમ કે આપણે બેંકમાં ગયા વગર પણ ઘરે બેઠા બેઠા દૂર રહેતા આપણા પરિજન કે મિત્રને પૈસા મોકલી શકીએ છીએ. આ ડિજિટલ પેમેન્ટની સુવિધા સાથે ડિજિટલ ફ્રોડની સમસ્યા પણ સાથે આવી.

આપણે હવે એક મહિનામાં અનેક વખત ઓનલાઇન પૈસાની લેવડ દેવડ કરીએ છીએ. આપણે સાયબર ફ્રોડથી પણ માહિતગાર છીએ. છતાં એક નાનકડી ભૂલ પણ આપણને સાયબર ફ્રોડનો શિકાર બનાવી દે છે. કેમ કે સ્કેમર્સ નવી નવી પદ્ધતિઓથી લોકો સાથે ઠગાઈ કરે છે. જેમાં આ ઠગોની ટોળકી કોઈ બેંક કે અન્ય ફાયનાન્શિયલ કંપનીના કર્મચારી બનીને ફોન કરે છે. છેતરપિંડી કરી OTP જાણીને બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. હવે આ સ્કેમર્સ RBIના કર્મચારી બનીને પણ ફ્રોડ કરી રહ્યા છે.

crime-fraud-phone

ફિશિંગ કોને કહેવાય?

ફ્રોડ કોલ્સની સમસ્યા વધી છે. શાયદ જ કોઈ એવું વ્યક્તિ હશે જેના પર ફ્રોડ કોલ નહીં આવ્યો હોય. જેટલા પણ ફ્રોડ કોલ્સ આવે છે તે કોલ્સને વિશિંગ કહેવાય છે. ફિશિંગ મારફતે સ્કેમર્સ તમારું કસ્ટમર ID, ATM પીન, OTP, કાર્ડની એક્સપાયરી ડેટ, CVV જેવી માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. આ કોલમાં તે તમારું એકાઉન્ટ ફરીથી શરુ કરવાનું છે કે, નવું કાર્ડ મોકલવાનું છે કે પછી રિવોર્ડ પોઇન્ટ એડ કરવાના છે તેમ કહી છેતરે છે.

વાંચવા જેવું: SITએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપ્યો, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે

આ રીતે વિશિંગથી બચો

જો તમારી પર આવો કોઈ ફોન કોલ આવે કે મેસેજ કે પછી ઈ-મેઈલ આવે તો ક્યારેય કસ્ટમર ID, ATM પીન OTP, જેવી જાણકારી શેર ના કરો. જો તમારા પર આવેલો ફોન એક અધિકૃત કંપનીથી આવેલો જણાય તો પણ આ માહિતી શેર ના કરો. તમારા પાસવર્ડ અને પીનને નિયમિત રીતે બદલો.

સંકળાયેલા મુદ્દાઓ

Online Scam Syber Fraud Syber Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ